હૈદરાબાદ : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું છે કે, બેટિંગ ક્રમને લઇને કોઇ પણ પ્રકારનું દબાણ નથી. ટીમ ઇન્ડિયા યોગ્ય ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. કોઇપણ કેપ્ટન પોતાના બેટિંગ ક્રમને વ્યવÂસ્થત કરવા ઇચ્છુક હોય છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન ફિન્ચ અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલી નાના નાના ફેરફાર કરવા માટે તૈયાર દેખાઈ રહ્યા છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પોતે જા જરૂર પડશે તો ચોથા ક્રમે બેટિંગ કરશે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન ફિન્ચે સંકેત આપ્યો છે કે, ટી-૨૦ શ્રેણીમાં હિરો તરીકે સાબિત થયેલા મેક્સવેલને બેટિંગ ક્રમમાં ઉપરના ક્રમમાં મોકલવામાં આવશે.
કોચ રવિ શાસ્ત્રીએ સંકેત આપ્યો છે કે, કોહલી વિશ્વકપમાં ચોથા નંબર ઉપર બેટિંગ કરી શકે છે જ્યારે આજે કોહલીએ સંકેત આપ્યો હતો કે, આ મામલો કોઇ મોટો મુદ્દો નથી. ટીમની જરૂર મુજબ બેટિંગ ક્રમ નક્કી કરવામાં આવશે. ચોથા નંબર ઉપર પણ વિરાટ કોહલીએ અનેક વખત બેટિંગ કરી છે જેથી તે આ નંબર ઉપર પોતાને અજમાવવા માટે પણ તૈયાર છે. ગ્લેન મેક્સવેલે ભારતની સામે સદી ફટકારીને સંકેત આપી દીધો છે કે, તે વનડે શ્રેણીમાં ટોપ ઓર્ડરમાં બેટિંગ કરવા ઇચ્છુક છે.
ગ્લેન મેક્સવેલ ટ્વેન્ટી ક્રિકેટમાં સાત નંબર પર બેટિંગ કરી રહ્યો હતો પરંતુ ભારતમાં તે હવે ઉપરના ક્રમ ઉપર બેટિંગ કરી રહ્યો છે. મેક્સવેલ વનડે ક્રિકેટમાં પણ એક ધરખમ બેટ્સમેન છે. ફિન્ચનું કહેવું છે કે, આધુનિક ક્રિકેટ વિશ્વમાં તેની બેટિંગ ખુબ જોરદાર રહેલી છે. આવતીકાલથી શરૂ થતી આ શ્રેણી અનેકરીતે રોમાંચક બની શકે છે. બંને ટીમોના સ્ટાર ખેલાડીઓ ઉપર નજર રહેશે. ભારતના વિકેટ કીપર બેટ્સમેન ધોનીની બેટિંગ કેવી રહે છે તે બાબત પણ ઉપયોગી રહેશે.