નાવીન્યપૂર્ણ નિવારણો માટે જ્ઞાત કિચન અને બાથ પ્રોડક્ટોની ડિઝાઈન અને ઉત્પાદનમાં વૈશ્વિક આગેવાન કોહલરે ભારતમાં તેનું પ્રથમ ટેક સેન્ટર શરૂ કર્યાની જાહેરાત કરી છે. આ ટેક સેન્ટર ઝગડિયામાં તેના અત્યાધુનિક ઉત્પાદન એકમમાં સ્થિત હોઈ કોહલરે વેપાર અને ગ્રાહકોની જરૂરતોને પરિપૂર્ણ કરવાની દિશામાં આગળ રહેવાની પોતાની ક્ષમતાને વધુ મજબૂત બનાવી છે. આ એકમ મુખ્યત્વે નવી પ્રોડક્ટ ડિઝાઈન પ્રદર્શિત કરવા સાથે વિવિધ હિસ્સાધારકોને કોહલર જેનું ગૌરવ લે છે કે પ્રોડક્ટો ઉત્પાદન કરવાની પ્રક્રિયા થકી લઈ જશે. કોહલરે ભારતમાં હમણાં સુધી ૨૦૦ મિલિયન ડોલરથી વધુ રોકાણ કર્યું છે.
આ એકમનું ઉદઘાટન કોહલર કંપની માટે કિચન એન્ડ બાથના ગ્રુપ પ્રેસિડે્ટ લેરી યુઆન અને કોહલરમાં સાઉથ એશિયા, મિડલ ઈસ્ટ અને એસએસએના પ્રેસિડેન્ટ સલિલ સદાનંદનને હસ્તે ઉદઘાટન કરાયું હતું.
ટેક સેન્ટર લોન્ચ કરવા વિશે બોલતાં કોહલર કંપની ખાતે સાઉથ એશિય, મિડલ ઈસ્ટ અને એસએસએના પ્રેસિડેન્ટ સલિલ સદાનંદને જણાવ્યું હતું કે કોહલર હંમેશાં બાથ અને સેનિટરી વેર ઉદ્યોગમાં ડિઝાઈન અને નાવીન્યતામાં આગેવાન છે. આ નવું ટેક સેન્ટર અમને ભારતમાં અહી ઉત્પાદન કરેલી અમારી પ્રતીકાત્મક પ્રોડક્ટ શ્રેણીઓ પ્રદર્શિત કરવાનો મોકો આપે છે. તે ભારતના પ્લાન્ટમાં ઉત્પાદન કરાતી દરેક પ્રોડક્ટની ઉત્પાદન પ્રક્રિયા અને કઠોર પરીક્ષણ પ્રક્રિયાઓ પણ પ્રદર્શિત કરે છે, જેથી કોહલર પ્રોડ્ટો દુનિયાભરમાં જે માટે જાણીતી છે કે ગુણવત્તાનાં ધોરણોનો એકલ સ્તર જાળવી રાખવામાં અમને મદદરૂપ થાય છે.
ગુજરાત ટેક સેન્ટર ગ્રાહકો, વેપાર સહયોગીઓ હોય કે દાખલ કરાતા નવા કર્મચારીઓ હોય, નાવીન્યતા અને ડિઝાઈનના કોહલરના સમૃદ્ધ વારસાનું આદાનપ્રદાન કરે તે રીતે તૈયાર કરવામાં આવ્યું છે. તે કોહલરની પ્રોડક્ટોની ઉત્કૃષ્ટ સંચાલન કામગીરી પ્રદર્શિત કરવા માટે મોક અપ ઝોન પણ છે.