જાણો, અક્ષયતૃતીયા સાથે જોડાયેલી કેટલીક કથાઓ..

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વૈશાખ મહીનાના શુક્લ પક્ષની ત્રીજને અક્ષયતૃતીયા તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસને કોઈ પણ શુભકાર્ય માટે વણજોયેલુ મુહુર્ત ગણવામાં આવે છે. આ દિવસે ભગવાન પરશુરામનો પણ જન્મ થયો હતો. તેથી તેને પરશુરામ ત્રીજ પણ કહેવામાં આવે છે.

સ્કંદપુરાણમાં એક કથા એવી છે કે અક્ષય તૃતીયાના દિવસે માતા રેણુકાનાં ગર્ભે ભગવાન શ્રીવિષ્ણુએ પરશુરામનાં રૂપમાં જન્મ લીધો હતો. તેથી ખાસ કરીને દક્ષિણ ભારતમાં આજનાં દિવસને પરશુરામ જયંતી તરીકે ઉજવવામાં આવે છે.

અક્ષયતૃતીયાના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને વનવાસ જતી વખતે તેમનાં હાથમાં અક્ષય પાત્ર આપ્યુ હતુ. આ એક એવુ પાત્ર હતુ જે ક્યારેય ખાલી જ ન થાય.

ભગવાન શ્રીકૃષ્ણએ આજના દિવસે જ મિત્ર સુદામાની દરિદ્રતા દૂર કરી હતી.

એક માન્યતા એ પણ છે કે ભગવાન વિષ્ણુનાં જીવનમાં અક્ષયતૃતીયાનાં દિવસે લક્ષ્મીજીનો પ્રવેશ થયેલો અને ત્યારથી લોકો અક્ષય તૃતીયાનાં દિવસે પોતાના ઘરમાં પણ લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સોનું ખરીદે છે અને લક્ષ્મીજીની પૂજા કરે છે.

Share This Article