સીરિયલ ‘રામાયણ’ના ‘રામ’ અરુણ ગોવિલના વિષે જાણો રસપ્રદ વાતો..

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ભગવાન શ્રી રામનું પાત્ર ભજવવાથી અરુણ ગોવિલના મન પર ઊંડી અસર પડી
સીરિયલ ‘રામાયણ’ના ‘રામ’ અરુણ ગોવિલ અને ‘સીતા’ દીપિકા ચિખલિયા સાથે રામ મંદિરના ઉદ્‌ઘાટન સમારોહમાં ભાગ લેવા જશે. અરુણ ગોવિલને લોકો તેના નામથી નહિ પરંતુ રામના નામથી વધુ જાણે છે. રામાનંદ સાગરની રામાયણ માટે તેમના પાત્રને ચાહકોનો ખુબ પ્રેમ મળ્યો છે. રામના પાત્ર માટે આજે પણે તેને ઘરમાં પુજા કરવામાં આવે છે. આજે ૧૨ જાન્યુઆરીના રોજ અરુણ ગોવિલનો જન્મદિવસ છે. તેમે તમામ ઈન્ટરવ્યુમાં પોતાની જીંદગીના કિસ્સાઓ શેર કર્યા છે. આ વાત સૌ કોઈ જાણે છે. દરેક વ્યક્તિ જાણે છે કે લોકો તેનો શો જાેવા માટે અગરબત્તીઓ લઈને બેસતા હતા. પરંતુ, શું તમે જાણો છો કે અરુણ ટીવીનો રામ કેવી રીતે બન્યો?રામના પાત્રમાં અરુણ ગોવિલ સરળતાથી મળ્યો નથી. કહેવામાં આવે છે કે, રામના પાત્ર માટે તે રામાનંદ સાગરની પહેલી પસંદ ન હતા.

ramayan arun govil


એક ઈન્ટરવ્યુમાં તેમણે આ વાતનો ખુલાસો કર્યો હતો કે, તે રામાયરણના ઓડિશન માટે સિલેક્ટ થયા ન હતી. જ્યારે તેમણે ઓડિશન આપ્યું તો તે રિજેક્ટ થયા હતા. આ વાતનો ખુલાસો અરુણ ગોવિલે કર્યો છે. ભગવાન શ્રી રામનું પાત્ર ભજવવાથી અરુણ ગોવિલના મન પર ઊંડી અસર પડી. આ પછી તેમના જીવનમાં જબરદસ્ત ફેરફારો થયા. જ્યારે તેને નિર્માતાઓ તરફથી ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે તે શ્રી રામની ભૂમિકા ભજવવાની છે, ત્યારે તે ખૂબ જ ખુશ થયા. ત્યારબાદ અરુણ ગોવિલને રામાનંદ સાગરની રામાયણમાં ભૂમિકા મળી જેણે તેમનું આખું જીવન બદલી નાખ્યું. ઘણા લોકોના ઓડિશન આપ્યા પછી પણ અરુણ ગોવિલનું સ્મિત રામાનંદ સાગરના દિલમાં વસી ગયું. આ પછી તેઓએ તેને ટીવીનો રામ બનાવવાનું નક્કી કર્યું. બંનેનો સહયોગ એટલો સફળ રહ્યો કે આજે પણ લોકો તેમની પૂજા કરે છે.

Share This Article