નવીદિલ્હી: શિખર ધવનનો જન્મ ૫ ડિસેમ્બરના રોજ થયો હતો. ધવન નાની ઉંમરે જ ક્રિકેટનો ખેલાડી બની ગયો હતો. હાલમાં વિસ્ફોટક બેટ્સમેન ક્રિકેટ થી દુર છે. પરંતુ તેની જીંદગીમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા છે. પત્ની સાથે તલાક પુત્ર દુર, ટીમમાં ખરાબ ફોર્મ અને ટીમથી બહાર હોવા છતાં ધવને અનેક વખત ચાહકોનું દિલ જીતી લીધું છે. તો આજે આપણે ધવને સેલિબ્રેટ કરેલા તેમના જન્મદિવસ વિશે વાત કરીશું. ટીમ ઈન્ડિયાનો ગબ્બર શિખર ધવનનો ૩૨મો જન્મદિવસ ડ્રેસિંગ રુમમાં મનાવ્યો હતો.. આ દરમિયાન ટીમ ઈન્ડિયા શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ મેચ રમી રહી હતી. જેનો વીડિયો બીસીસીઆઈએ પણ શેર કર્યો હતો. જેમાં ભારતીય ટીમના ખેલાડીઓ શિખર ધવનના ચેહરા પર કેક લગાવી રહ્યા છે. તેમજ વીડિયોમાં જાેઈ શકાય છે કે, ચેતેશ્વર પુજારા ધવનના માથા પર ટમેટો સોર્સ નાંખી રહ્યો છે. ધવને ૨૦૧૭માં પત્ની આયેશાને સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.. પરંતુ શિખર ધવન અને આયેશા મુખર્જીએ ૨૦૨૧માં છૂટાછેડા થઈ ગયા છે. શિખર ધવને ગયા વર્ષે ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓ સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. શિખર ધવનના જીવનમાં પહેલા આ વ્યક્તિ આવી અને પછી દુર જતી રહી,શિખર ધવન અને આયેશા મુખર્જીએ વર્ષ ૨૦૦૯માં સગાઈ કરી હતી અને બંનેએ વર્ષ ૨૦૧૨માં લગ્ન કર્યા હતા. નવ વર્ષ પછી બંને વચ્ચે અણબનાવ શરૂ થયો અને હવે બંને કાયદાકીય રીતે અલગ થઈ ગયા છે. અલગ થયા બાદ આયેશાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ કરી હતી.

 

 
                                 
                              
		 
		 
		 
		 
		 
		 
		