એએમસી સંચાલિત કોમ્યુનિટી હોલ-પાર્ટી પ્લોટ સસ્તા ભાડે મળશે જાણો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદના નાગરિકોને કોર્પોરેશન સંચાલિત હોલની સારી સુવિધા મળી રહે તેના માટે હાલમાં ત્રણ ઝોનમાં આવેલા ૨૪ જેટલા પાર્ટી પ્લોટ અને ખાનગી કંપનીઓને સોંપવા માટેના ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. કોર્પોરેશન દ્વારા જે ભાડું નક્કી કરવામાં આવ્યું છે તે જ ભાડું ચૂકવવાનું રહેશે. માત્ર ડેકોરેશનનો સામાન કોન્ટ્રાક્ટર પાસેથી લેવાનો રહેશે. તેના માટે પણ જે અલગ-અલગ ૭૦ જેટલા સામાન માટેની કિંમત પણ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં એક સુપરવાઇઝર પણ રાખવાનો રહેશે જેથી હોલની વધુ સારી રીતે જાળવણી થઈ શકે હોલની તમામ પ્રકારની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે ગાર્ડનિંગ, સફાઈ, પાણી અને સિક્યુરિટી વગેરે કોન્ટ્રાક્ટરે જોવાનું રહેશે. દરેક હોલ માટેની અપસેટ વેલ્યુ નક્કી કરવામાં આવી છે. ટેન્ડર ખુલ્યા બાદ હરાજી કર્યા બાદ જેની અપસેટ વેલ્યુ વધારે આવશે તેને કોન્ટ્રાક્ટ આપવામાં આવશે.

કોર્પોરેશનના તમામ પાર્ટી પ્લોટ અને હોલ જો ખાનગી કોન્ટ્રાકટરને સોંપવામાં આવશે તો આ અંદાજે ૨૦ કરોડથી વધુની આવક કોર્પોરેશનને થઈ શકશે. તેમજ હોલની વધુ સારી રીતે જાળવણી થશે. હાલ પૂરતા ૨૪ જેટલા પાર્ટી પ્લોટ અને હોલને ખાનગી કોન્ટ્રાકટરને સોંપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે તેમાં જે રીતે સફળતા મળશે ત્યારબાદ અન્ય હોલ અને પાર્ટી પ્લોટને પણ ખાનગી કોન્ટ્રાકટરને સોંપવામાં આવી શકે છે.અમદાવાદના નાગરિકો મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોલ અને પાર્ટી પ્લોટમાં હવે મોંઘા ખાનગી હોલ જેવી સુવિધાઓ મળી રહેશે.

પૂર્વ વિસ્તારમાં આવેલા કોર્પોરેશનના ૨૪ જેટલા હોલ અને પાર્ટી પ્લોટને ખાનગી કોન્ટ્રાકટરને સોંપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. જો કે કોર્પોરેશન દ્વારા જે હોલના અને પાર્ટી પ્લોટના ભાડાં નક્કી કરવામાં આવ્યા છે તે જ ભાડું લેવામાં આવશે. તેમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. માત્ર કોન્ટ્રાક્ટર પાસેથી હોલ ડેકોરેશનનો સામાન જે તે હોલ વપરાશકર્તાએ લેવાનો રહેશે. આ ડેકોરેશનના સામાનની કિંમત પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવી છે. જેથી કોન્ટ્રાક્ટરો નાગરિકો પાસેથી વધુ ચાર્જ વસૂલી શકશે નહીં. તમામ પ્રકારની સુવિધાઓ નાગરિકોને મળી રહે અને હોલની જાળવણી પણ સારી રીતે રહે તેને ધ્યાનમાં રાખી ત્રણ વર્ષ માટે ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવા માટેના ટેન્ડરો બહાર પાડી દેવામાં આવ્યા છે.

Share This Article