જાણો તેજ એપના મહત્ત્વના ફિચર્સ વિશે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

જાણો તેજ એપના મહત્ત્વના ફિચર્સ વિશે:

  • સ્થળ પર જ સરળ ટ્રાન્ઝેક્શનઃ તેજના કેશ મોડથી સુરક્ષિત રીતે વ્યક્તિથી વ્યક્તિને નાણા મોકલવા માટે થોડા ટેપની જરૂર પડે છે. કેશ મોડ બટન દબાવીને અને હોલ્ડ કરીને એ જ સમયે તેજનો ઉપયોગ કરનાર બે વ્યક્તિઓ સેકન્ડોમાં સુરક્ષિત ટ્રાન્ઝેક્શન કરી શકે છે. જેમાં કોઈ અંગત ડિટેઈલ્સ જેમકે ફોન નંબર્સ કે એકાઉન્ટ નંબર્સની જરૂર રહેતી નથી. આવું ગૂગલના પ્રોપરાઈટરી ઓડિયો ક્યૂઆર (એક્યૂઆર) અલ્ટ્રાસાઉન્ડ ટેકનોલોજીથી શક્ય બને છે. સૌથી ઉત્તમ એ છે કે નાણા મેળવનાર પોતાના એકાઉન્ટમાં જ સીધા નાણાં મેળવી શકે છે.
  • કોઈપણને ચૂકવોઃ પેમેન્ટ કરવાનું શરૂ કરવું એ વાતચીત શરૂ કરવા જેટલું સરળ છે. તેજ યુઝર્સ ફોનના કોન્ટેક્ટ લિસ્ટ સાથે સિન્ક થાય છે અને પણ તેમના પ્રાઈવસી સેટિંગ્સ પ્રમાણે. આ રીતે યુઝર મિત્રનું નામ કે ફોન નંબર સર્ચ કરીને ટ્રાન્ઝેક્શન શરૂ કરી શકે છે. એકવાર તેજ પર કોન્ટેક્ટ આવે પછી યુઝરે બેનિફિસયરી કે બેન્ક એકાઉન્ટ નંબર કે આઈએફએસસી કોડ આપવા પડતા નથી.
  • બેન્ક એકાઉન્ટ, ક્યૂઆર કોડ કે યુપીઆઈ આઈડી પર ચૂકવોઃ જો અન્ય વ્યક્તિ તેજ પર ન હોય કે ફોન કોન્ટેક્ટમાં ન હોય તો યુઝર્સ છતાં પણ તેમના બેન્ક એકાઉન્ટ નંબર કે યુપીઆઈ આઈડી પર ચૂકવણી કરી શકે છે. ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી દરેક વ્યક્તિ સાથે ગ્રૂપ્ડ થાય છે જેમકે વાતચીતની જેમ – અર્થાત જે રીતે જીમેઈલ ગ્રૂપ્સ ઈમેઈલ એકસાથે હોય છે તે રીતે. આમ ચોક્કસ ટ્રાન્ઝેક્શન શોધવું સરળ થાય છે અને લાંબા સ્ટેટમેન્ટ જોવાની જરૂર પડતી નથી.
  • ઓફલાઈન કે ઓનલાઈન બિઝનેસીસ પર ચૂકવણી કરોઃ તેજ બિઝનેસીસ દ્વારા સ્વીકાર પામી છે જે યુપીઆઈ સ્વીકારે છે અને તેમા ઓનલાઈન ખરીદી કે નજીકના સ્ટોરમાંથી પણ ખરીદી કરી શકાય છે.
  • બેન્ક એકાઉન્ટ સાથે જોડાણઃ તેજ ડિજિટલ વોલેટ નથી કે જેમાં સતત ટોપ અપ કરવાની જરૂર પડે છે. તેજ તમામ ૫૦થી વધુ યુપીઆઈ સક્ષમ બેન્કો સાથે કામ કરે છે તેથી નાણાં યુઝર્સના બેન્ક એકાઉન્ટમાં ત્યાં સુધી રહે છે જ્યાં સુધી તેના ઉપયોગની જરૂર ન પડે. તેજ યુઝર્સ તેમના બેન્ક એકાઉન્ટમાં વ્યાજ મેળવી શકે છે અને બેન્ક સિકયુરિટી ગેરંટી દ્વારા તેને ડિપોઝીટ કરી શકે છે. હાલમાં તેજ પર થતા ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ નથી.
  • મલ્ટીપલ સિક્યુરિટી લેયર્સ: તેજ મલ્ટીપલ સિક્યુરિટી લેવલ્સ ધરાવે છે જેમાં સમર્પિત સિક્યુરિટી સિસ્ટમ્સ કે જે ભારતીય બેન્કો, એનપીસીઆઈ અને તેજ શીલ્ડ દ્વારા ઓફર કરવામાં આવે છે. ગૂગલ્સના સિક્યુરિટી ફિચર્સનું સ્યૂટકે જેમાં મશીન લર્નિંગ આધારિત ફ્રોડ ડિટેકશન એન્જિન, ડિવાઈસ સ્તરનું પ્રોટેક્શન, ગૂગલ પીઆઈએન સાથે અને ફોન નંબર્સ કે બેન્ક એકાઉન્ટ નંબર કેશ મોડ દ્વારા શેર કરવાની જરૂર રહેતી નથી. કસ્ટમર સર્વિસ ૨૪/૭ ચાલુ હોય છે.
  • ઈન્ડિયા ફર્સ્ટ માટે નિર્મિતઃ તેજ એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને પ્રકારના મોટાભાગના સ્માર્ટફોન પર કાર્યરત છે. જે અંગ્રેજી અને હિન્દી ભાષામાં સામેલ છે. એન્ડ્રોઈડ વર્ઝન અન્ય ભારતીય ભાષાઓ જેમકે બંગાળી, તામિળ, મરાઠી, તેલુગુ, કન્નડ અને ગુજરાતીમાં ઉપલબ્ધ છે.

ગૂગલ દ્વારા તેજ પર બિલ પેમેન્ટ ફિચર વિશે જાણવા અહિં ક્લિક કરોઃ

TAGGED:
Share This Article