ભારતીય ૧૧ બોલરોએ છ વિકેટ લીધી છે ODIમાં એક મેચમાં એક ઈનિંગમાં માત્ર એક જ ભારતીય બોલરે સાત વિકેટ ઝડપી છે, જ્યારે કુલ ૧૧ બોલરોએ છ વિકેટ લીધી છે. પાંચ વિકેટ અનેક ભારતીય બોલરોએ એક વનડે મેચમાં ઝડપી છે. એક વનડેમાં સૌથી વધુ વિકેટ લેવાનો અને બેસ્ટ બોલિંગ ફિગરનો રેકોર્ડ વર્તમાન સમયના બેસ્ટ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના નામે છે. શમીએ વર્લ્ડ કપ ૨૦૨૩માં ન્યુઝીલેન્ડ સામે ૫૭ રન આપી ૭ વિકેટ ઝડપી હતી. આ કોઈ પણ ભારતીય બોલરનું વનડેમાં બેસ્ટ પ્રદર્શન છે.
ભારતીય બોલરનું બીજું સૌથી બેસ્ટ પ્રદર્શન ૬/૪ છે. ફસ્ટ બોલર સ્ટુઅર્ટ બિન્નીએ બાંગ્લાદેશ સામે આ કમાલ બોલિંગ ફિગર મેળવી હતી. તેણે માત્ર ૪ રન આપીને ૬ વિકેટ ઝડપી હતી. ત્રીજું સૌથી સારું બોલિંગ પ્રદર્શન અનિલ કુંબલેના નામે છે. કુંબલેએ વેસ્ટ ઈન્ડિઝ સામે ૧૨ રન આપીને ૬ વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહની ઈંગ્લેન્ડ સામે ઓવલમાં ૧૯ રન આપીને લીધેલ ૬ વિકેટ આ લિસ્ટમાં ચોથા ક્રમે છે.