નાઇટલીએ અનેક હોલિવુડ ફિલ્મની ઓફરને ફગાવી છે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

લોસએન્જલસ : લોકપ્રિય અભિનેત્રી અને સૌથી મોટી સેલિબ્રિટીમાં સ્થાન ધરાવતી કેરા નાઇટલીએ અનેક હોલિવુડ ફિલ્મોની ઓફરને ફગાવી દીધી છે. કારણ વધારે સમજી શકાય તેવા દેખાઇ રહ્યા છે. કેરા નાઇટલીએ  કહ્યુ છે કે તેના કરતા અભિનેતાને વધારે નાણાં ચુકવવામાં આવી રહ્યા છે. વધુ નાણાં અભિનેતાને મળતા તે ઇન્કાર કરી રહી છે. તેનુ કહેવુ છે કે અભિનેતા અને અભિનેત્રીને એક સમાન પૈસા કોઇ પણ ફિલ્મમાં કામ કરવા માટે મળવા  જોઇએ. કાસ્ટમાં જોજા તેને અભિનેતા કરતા ઓછા પૈસા મળે છે તો તે કોઇ ફિલ્મ કરતી નથી. ભેદભાવને લઇને તે શરૂઆતથી જ વિરોધ કરતી રહી છે.

ગ્રાઝિયા મેગેઝિનને આપેલી મુલાકાતમાં કેરા નાઇલીએ કહ્યુ છે કે તેની પાસે કેટલીક ઓફર હાલના દિવસોમાં આવી છે. પરંતુ નાણાંને લઇને ભેદભાવ રહેતા ફિલ્મો છોડી દીધી છે. તેની પ્રતિક્રિયાને ખુબ ઉપયોગી ગણવામાં આવે છે. હાલના દિવસોમાં તેની ગણતરી ટોપ સ્ટાર તરીકે કરવામાં આવે છે. કેરા નાઇટલી નક્કરપણે માને છે કે અભિનેતા કરતા ઓછા પૈસા મળવાની બાબત તેના માટે યોગ્ય  નથી. તે માને છે કે નાણાંને લઇને અભિનેતા અને અભિનેત્રી વચ્ચે અંતર રાખવાની બાબત બિલકુલ યોગ્ય નથી. મિલા કુનિસે પણ હાલમાં આ પ્રશ્ન ઉઠાવ્યો હતો. તે પણ ભેદભાવને લઇને પ્રશ્ન કરી ચુકી છે. કેરા નાઇટલી પોતાની જારદાર લાઇફ સ્ટાઇલ અને નિવેદનોના કારણે પહેલાથી જ જાણીતી રહી છે.

Share This Article