કેકેઆરનું લક કામ ન કર્યું : રિંકુ સિંહની તોફાની બેટિંગ છતાં હાર્યું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

લખનૌ સુપર જાયન્ટ્‌સે કોલકાતા નાઈટ રાઈડર્સને રોમાંચક મેચમાં હરાવ્યું. આ સાથે કોલકાતા આઇપીએલ ૨૦૨૨માંથી બહાર થઈ ગયું છે.

૨૧૧ રનનો પીછો કરતા કોલકાતા નાઈટ રાઈડર્સે આ મેચ લગભગ જીતી લીધી હતી, પરંતુ છેલ્લી ઓવરમાં રિંકુ સિંહની વિકેટ પડવાને કારણે તેનું સપનું તૂટી ગયું હતું. કોલકાતાને છેલ્લા બોલ પર ૩ રનની જરૂર હતી, પરંતુ અહીં વિકેટ પડી અને લખનૌ જીતી ગયું. જણાવી દઈએ કે પ્રથમ બેટિંગ કરતા લખનૌએ એકપણ વિકેટ ગુમાવ્યા વિના ૨૧૦ રન બનાવ્યા હતા જેના જવાબમાં કોલકાતાની ટીમ ૮ વિકેટ ગુમાવીને ૨૦૮ રન બનાવી શકી હતી.

કોલકાતા નાઈટ રાઈડર્સ આ હાર સાથે આઈપીએલ-૨૦૨૨માંથી બહાર થઈ ગઈ હતી અને આ જીત સાથે લખનૌ સુપર જાયન્ટ્‌સ પ્લેઓફમાં પહોંચનારી બીજી ટીમ બની ગઈ હતી. ગુજરાત ટાઇટન્સ આઇપીએલ ૨૦૨૨ના પ્લેઓફમાં પહોંચી ચૂકી છે. કોલકાતા નાઈટ રાઈડર્સને છેલ્લી ત્રણ ઓવરમાં ૫૫ રનની જરૂર હતી, પરંતુ તે ૫૩ રન બનાવી શકી હતી. રિંકુ સિંહે શાનદાર ઈનિંગ્સ રમી હતી, પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નથી.

રિંકુ સિંહે પોતાની ઇનિંગમાં ૧૫ બોલમાં ૪૦ રન બનાવ્યા જેમાં ૨ ચોગ્ગા અને ૪ છગ્ગાનો સમાવેશ થાય છે. કોલકાતા નાઈટ રાઈડર્સને છેલ્લી ઓવરમાં ૨૧ રનની જરૂર હતી અને રિંકુ સિંહ ક્રિઝ પર હતો. લખનૌ તરફથી માર્કસ સ્ટોઇનિસે બોલ સંભાળ્યો, આ ઓવરમાં તેણે ૨ વિકેટ લીધી અને ૧૮ રન આપ્યા.

Share This Article