કિયારા હાલમાં કબીરસિંહ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : ખુબસુરત કિયારા અડવાણી પોતાની આગામી ફિલ્મ કબીરસિંહને લઇને હાલમાં જોરદારરીતે પ્રચારમાં લાગેલી છે. આ ફિલ્મમાં શાહિદ કપુર લીડ રોલમાં છે. ફિલ્મના ગીતો અને ટ્રેલરને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મની ઉત્સુકતાથી રાહ જોવામાં આવી રહી છે. આ ફિલ્મ તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની રીમેક ફિલ્મ છે. આ ફિલ્મ એક ઇન્ટેન્સ લવ સ્ટોરી ફિલ્મ છે.જેમાં કિયારા લીડ રોલમાં તો નથી પરંતુ તેની ભૂમિકા ખુબ ઉપયોગી રહેલી છે. આ ફિલ્મના સંબંધમાં પ્રમોશન કાર્યક્રમમાં પહોંચેલી કિયારાએ પોતાના પ્રથમ પ્રેમના કિસ્સા અંગે વાત કરી હતી.

જ્યારે કિયારાને આ અંગે પુછવામાં આવ્યુ ત્યારે કિયારાએ કહ્યુ હતુ કે જ્યારે તે ૧૦ ધોરણમાં હતી ત્યારે પ્રથમ વખત તે પ્રેમમાં પડી હતી. જો કે ટુંકા ગાળામાં જ બ્રેકની સ્થિતી થઇ ગઇ હતી. તેની માતા એ વખતે ખુબ નારાજ થઇ હતી. કારણ કે તે એ વખતે પ્રેમમાં પડી શકતી ન હતી. કારણ કે તે ૧૦માં ધોરણમાં હતી અને અભ્યાસ પર ધ્યાન આપવાની જરૂર હતી. હાલમાં જ્યારે કિયારાને લિન્ક અપ અંગે પ્રશ્ન કરવામાં આવ્યા ત્યારે કિયારાએ સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે આ પ્રકારની અફવાના મામલે સાંભળીને ખુબ ખુશી થાય છે. પહેલા એવા સમાચાર સાંભળીને નિરાશા થતી હતી. જા કે હવે આવા સમાચાર સાંભળીને ખુશી થાય છે.

ફિલ્મના મોરચે વાત કરવામાં આવે તો કહી શકાય છે કે કિયારા હાલના સમયમાં સાઉથની એક વધુ સુપરહિટ ફિલ્મમાં કામ કરી રહી છે. જેનુ નામ લક્ષ્મી બોંબ છે. આ ફિલ્મમાં લીડ રોલમાં અક્ષય કુમાર નજરે પડનાર છે. કિયારાની નવેસરની ફિલ્મ કબીરસિંહ ૨૧મી જુના દિવસે રજૂ કરવામાં આવનાર છે. જેને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે.

Share This Article