માનવતા અને સેવાના કાર્યોમાં અગ્રેસર, ડો. નીતિન સુમન્ત શાહ હાર્ટ ફાઉન્ડેશનના સહયોગથી આજ રોજ ‘પ્રબુદ્ધ આશ્રમશાળા’ ખાતે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો માટે ઉત્તરાયણ પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં આશ્રમશાળાના અંદાજે ૧૦૦ જેટલા બાળકોને પતંગ અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મકરસંક્રાંતિના પર્વ પર આ વંચિત બાળકો પણ અન્યોની જેમ પતંગ ચગાવી આનંદ માણી શકે તેવા ઉમદા આશય સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું. આશ્રમમાં રહીને અભ્યાસ કરતા આ બાળકો માટે આ ભેટ ખૂબ જ મૂલ્યવાન છે.
સંસ્થા દ્વારા સમાજના છેવાડાના બાળકોના આનંદનો વિચાર કરીને જે આ ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે, તે ખરેખર વંદનીય છે. આ બાળકોના ચહેરા પરનું સ્મિત એ જ આપના સેવાકાર્યની સફળતા છે. અમારી આશ્રમ શાળા અને તમામ વિદ્યાર્થીઓ વતી અમે આપનો અને આપની ટીમનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ આપના સહયોગની અપેક્ષા રાખીએ છીએ. આ સેવાકીય પ્રવૃત્તિમાં ખાસ કરીને ઈકબાલભાઈ બેલીમ પતંગ લઈ ને ઉપસ્થિત રહ્યા, મંથનભાઈ દોંગા અને સરફરાઝ મનસુરી હાજર રહ્યા હતા. તેઓએ પોતાના હસ્તે બાળકોને પતંગ અને ચોકલેટ અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા.
ડો. નીતિન સુમન્ત શાહના હાર્ટ ફાઉન્ડેશનના આર્થિક અને નૈતિક સહયોગથી આ ખુશીઓની વહેંચણી કાર્ય શક્ય બન્યું હતું. આશ્રમશાળાના ૧૦૦ બાળકોએ પતંગ અને ચોકલેટ મેળવીને અત્યંત આનંદ અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. હાજર રહેલા મહાનુભાવોએ જણાવ્યું હતું કે ડૉ નીતિન સુમન્ત શાહ સાહેબ વર્ષો થી આ રીતે સમાજ ના છેવાડા ના માનવી માટે લાગણી અને કરુણા રાખી ને આવા સમાજ ઉપયોગી કાર્ય કરતા જ રહે છે સમાજના જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર સ્મિત લાવવું એ જ સાચી દિવાળી કે ઉત્તરાયણ છે.
પ્રબુદ્ધ આશ્રમશાળાના સંચાલકોએ આ સરાહનીય કાર્ય બદલ ઉમંગ સેવા ટ્રસ્ટ અને ડૉ નીતિન સુમન્ત શાહ સાહેબનો આભાર માન્યો હતો. કાર્યક્રમના અંતે ટ્રસ્ટના સભ્યોએ ભવિષ્યમાં પણ આવી જ રીતે સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
