ઉત્તરાયણના પર્વ પર અમારા દેશમાં જોરદાર પતંગબાજી થાય છે. પતંગના રસિકો અને નાના બાળકો તો ઉત્તરાયણના કેટલાક દિવસ પહેલાથી જ ઉત્તરાયણની તૈયારીમાં લાગી જાય છે. ગુજરાત અને અમદાવાદમાં તો પતંગબાજી દુનિયામાં સૌથી વધારે જાવા મળે છે. પતંગબાજીનો કારોબાર આજે હજારો કરોડ રૂપિયામાં પહોંચી ગયો છે. ગુજરાતમાં જ તો ભારતના સૌથી મોટા પતંગ ઉત્વવનુ આયોજન દર વર્ષે કરવામાં આવે છે. જેમાં આંતરરાષ્ટ્રીય પતંગબાજા પણ તેમની કુશળતા સાબિત કરતા રહે છે. મોટા ભાગના પૂર્વોતર રાજ્યોમાં સપ્ટેમ્બરમાં વિશ્વકર્મા પુજાના દિવસે પતંગ ચગાવવામાં આવે છે.
પતંગ ચગાવવા માટેની પરંપરા નવી નથી. બીજી બાજુ પતંગબાજીની પરંપરા માત્ર ભારત અને ગુજરાતમાં જ નથી બલ્કે દુનિયાના કેટલાક દેશોમાં પણ પતંગબાજી કરવામાં આવે છે. ભારત સહિત દુનિયાના કેટલાક દેશોમાં અલગ અલગ સમય પર મોટા મોટા પતંગ ઉત્સવનુ આયોજન કરવામાં આવે છે. જેમાં લાખોની સંખ્યામાં લોક પહોંચે છે. ઓસ્ટ્રેલિયામાં ધ ફસ્ટિવલ ઓફ ધ વાઇન્ડસ એટલે કે હવાના ઉત્સ તરીકે આને ગણવામાં આવે છે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સિડનીમાં બન્ડી બીચ પર વિશાળ મેળાનુ આયોજન કરવામા આવે છે જેમાં હજારો લોકો એકત્રિત થાય છે. મોટી સંખ્યામાં લોકો તેમના પરિવાર અને બાળકો સાથે પહોંચે છે. આ મેળામાં મોજમસ્તીનો માહોલ રહે છે. કેટલાક લોક અહીં પતંગ ચગાવવા માટે પહોંચે છે. આ લોકો માત્ર પતંગબાજીના કરતબ જ દર્શાવતા નથી બલ્કે કેટલીક અન્ય કુશળતા પણ સાબિત કરે છે. પતંગ ચગાવવા માટેના ગુણ પણ દર્શાવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાની જેમ જાપાનમાં પણ પતંગબાજીનો ક્રેઝ રહેલો છે. જાપાનમાં વિશ્વ પ્રસિદ્ધ હમામાત્સુ જાઇન્ટ કાઇટ ફેસ્ટિવલની શરૂઆત ૧૬મી સદીમાં કરવામાં આવી હતી. નામ મુજબ જ તેમાં મટી સંખ્યામાં પતંગ ચગાવવામાં આવે છે. કેટલીક પતંગો તો ૩.૫ વર્ગ મીટર જેટલી મોટી પણ હોય છે. માન્યતા એવી છે કે હમામાત્સુક કિલ્લાના દેવતાના ઘરમાં શિશુના જન્મના ઉત્સવ વેળા પતંગબાજીની શરૂઆત થઇ હતી. અહીં પતંગબાજીને જાવા માટે માત્ર સ્થાનિક લોકો જ નહીં બલ્કે બહારના દેશોના પ્રવાસી પણ ઉત્સુકતા સાથે પહોંચે છે. આ ઉત્સવ મે મહિનામાં આવે છે.
ઇંગ્લેન્ડના પોટ્સમાઉથમાં આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનુ આયોજન કરવામા આવે છે. આસમાન રંગબિરેગા પતંગોથી ભરાઇ જાય છે. અહીં પતંગ ચગાવવાની સાથે સાથે પતંગ બનાવવા અને અન્ય કલા પણ શિખવાડવામાં આવે છે. પતંગોના જદા જુદા આકાર, પ્રકાર, ડિઝાઇન તમામનુ ધ્યાન ખેંચે છે. ૩-ડી પતંગો મ્યુઝિક વગાડે તેવી પતંગો પણ હોય છે. ટ્રિક દર્શાવનાર પતંગો આકર્ષણનુ કેન્દ્ર હોય છે. એÂન્જનિયરિંગના કુશળ નમુના દર્શાવતી પતંગો પણ ઇંગ્લેન્ડમાં પતંગબાજી દરમિયાન જાવા મળે છે. આ તમામ પ્રકારની આકર્ષક પતંગોને જાવા માટે લાખોની સંખ્યામાં લોકો એકત્રિત થાય છે. દુનિયાભરના પ્રવાસીઓના મન આ પતંગો જીતી લે છે. આ ઉત્સવની ઉજવણી ઓગષ્ટ મહિનામાં કરવામાં આવે છે. ગ્વાટેવામાલામાં પ્રાચીન કાળથી પતંગ ચગાવવાની પરંપરા રહેલી છે. અહીં નવેમ્બર મહિનામાં ઓલ સેન્ડ્સ ડેના દિવસે બૈરીલેટ ફેસ્ટિલવલનુ આયોજન કરવામાં આવે છે.
જેમાં ભવ્ય અને મોટી પતંગો ચગાવવામા આવે છે. પતંગબાજી ઉપરાંત અન્ય વિવિધ વાનગીનુ પણ આ દિવસે ભવ્ય વેચાણ કરવામાં આવે છે. જે દિવસે અહીં પતંગ ચગાવવામાં આવે છે તેને ડાયા ડી લોસ મ્યુરટોસ કહેવામાં આવે છે. અહીંના લોકોની માન્યતા છે કે આના કારણે ખરાબ આત્મા દુર રહે છે. આ દિવસે તેમના મૃત પ્રિય જન મળવા માટે પણ પહોંચે છે. ઇન્ડોનેશિયામાં બાલી ખાતે આનુ આયોજન કરવામાં આવે છે. જેમાં ઇન્ડોનેશિયા સહિત દુનિયાના દેશો આમાં ભાગ લેવા માટે પહોંચે છે. અહીં સેંકડો ટીમ એકત્રિત થઇને એક સાથે પતંગ ચગાવે છે. જેમાં સ્પર્ધાનુ આયોજન પણ કરવામાં આવે છે. બાલીની પારંપારિક પતંગસ્પર્ધા દુનિયામાં જાણીતી રહી છે. કેટલીક પતંગોનુ કદ ત ૧૦ મીટર સુધીનુ હોય છે. દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં પણ સૌથી મોટા પતંગ ઉત્સવનુ આયોજન કરવામાં આવે છે. જેનુ આયોજન જાન્યુઆરીમાં કરવામાં આવે છે. દર વર્ષે ૨૦,૦૦૦ લોકો તેમાં એકત્રિત થાય છે. ઇટાલીના સર્વિયામા પણ આ ઉત્સવ મનાવવાની પરંપરા રહેલી છે. એપ્રિલ મહિનાના અંતમાં અહીં આનુ આયોજન કરવામાં આવે છે. જેમાં વિવિધ આકર્ષક પતંગો ચગાવવામાં આવે છે. જેમાં કાર્ટુનવાળી પતંગોની બોલબાલા રહે છે. પ્રાણીઓના ચિત્રોની પતંગો ચગાવવામાં આવે છે.