મુંબઈ : મહાન ગાયક કિશોર કુમારના યોગદાન અંગે માહિતી આપવાની જરૂર નથી. કિશોર કુમારનું નામ આવતાની સાથે જ તેના લોકપ્રિય અને રોમાંચક ગીતો ચાહકોના દિલો દિમાગ ઉપર છવાઇ જાય છે. કિશોર કુમારના ગીત હજુ પણ લોકોના માનસ ઉપર છવાયેલા છે. કિશોર કુમારનો અવાજ કાઢવાના પ્રયાસ કરીને ઘણા કલાકારો તેમની કારકિર્દી બનાવી ચુક્યા છે. કિશોર કુમારનો આજે જન્મ દિવસ છે. કિશોર કુમારના જન્મ દિવસે ચાહકોએ તેમને અંજલી આપી છે અને યાદ કર્યા છે.
ગાયક, સંગીતકાર, અભિનેતા, નિર્માત, પટકથાકાર જેવા અનેક રૂપમાં કિશોર કુમાર નજરે પડી ચુક્યા છે. સંગીતની કોઇપણ પ્રકારની તાલીમ લીધા વગર જે રીતે કિશોર કુમારે સંગીત જગતમાં પોતાનો સ્થાન જમાવ્યો તે દાખલા રૂપ છે. કિશોર કુમાર આજે પણ તમામ લોકોના મનમાં રહે છે. જુની પેઢીની સાથે સાથે નવી પેઢી પણ કિશોર કુમારના અવાજની દિવાની બની ચુકી છે. કિશોર કુમાર જેટલા કુશળ અભિનેતા હતા તેટલા જ સારા વ્યક્તિત પણ હતા. ક્યારે શુ કરી નાખે તેની કોઇને ખબર ન હતી. કિશોર કુમારનો અવાજ દેવાનંદ, રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન માટે વિશેષ લોકપ્રિય રહ્યો હતો. અમિતાભ બચ્ચન માટે તેમનો અવાજ પ્રયાયવાચી બની ગયો હતો.
૧૨ વર્ષની વયમાં જ તેઓએ ગીત સંગીતમાં મહારથ હાંસલ કરવામાં સફલતા મેળવી હતી. સચિન દેવબર્મનના સંગીતથી કિશોર કુમાર વધુ લોકપ્રિય થયા હતા. એક રસપ્રદ બાબત એ છે કે મોહંમદ રફીએ પ્રથમ વખત કિશોર કુમારની પોતાનો અવાજ રાગીણીમાં આપ્યો હતો. કિશોર કુમાર એક ઉત્કુર્ષ્ટ કોમેડી અભિનેતા પણ હતા. પડોશન, ચલતિકા નામ ગાડી જેવી ફિલ્મોના ચાહકો હજુ પણ ભુલ્યા નથી. કિશોર કુમાર બાળપણમાં ખંડવામાં રહેતા હતા. કિશોર કુમાર જ્યારે મોટા થયા ત્યારે ઇન્દોરની ખ્રિસ્તી સ્કુલમાં અભ્યાસ માટે પહોંચ્યા હતા. તેઓ દર સોમવારે ખંડવાથી મીટર ગેજ લાઇનમાં ટ્રેન મારફતે ઇન્દોર પહોંચતા હતા. અને સાંજે પરત ફરતા હતા. ટ્રેનમાં પણ યાત્રિઓને નવા નવા ગીતો સંભાળવતા હતા.
કિશોર કુમારનો જન્મ બંગાળી ભ્રાહ્મણ ગાંગુલી પરિવારમાં થયો હતો. તેમના ભાઇમાં અનુપકુમાર, કિશોર કુમારનો સમાવેશ થાય છે. કિશોર કુમાર ચાર ભાઇ-બહેનો સૌથી નાના હતા. કિશોર કુમાર જ્યારે બાળક હતા ત્યારે અશોક કુમાર બોલિવુડના સુપર સ્ટાર બની ગયા હતા. અશોક કુમારની મદદથી અનુપકુમાર અને કિશોર કુમાર બોલિવડમાં પ્રવેશી ગયા હતા.