Viral News: સોશિયલ મીડિયા પર હાલ એક રીલ ભારે ચર્ચાનો વિષય બની રહી છે. આ રીલ છે ક્રિશ કા ગાના સુનેગા… દિલ ના દિયા દિલ ના દિયા લે બેટા, આ ડાયગોલને શખ્સે જે માસૂમિયતથી બોલ્યો છે, તે સોશિયલ મીડિયા સ્ટાર બની ગયો. સોશિયલ મીડિયા પર રાતોરાત છવાઈ ગયો. સોશિયલ મીડિયા પર લોકોએ તેને વાયરલ બોય ધૂમ નામ આપ્યું છે. આવો જાણીએ કે, વાયરલ બોય ધૂમની કહાની શું છે. ક્યાં રહે છે અને શું કામ કરે છે?
જમશેદપુરના રહેવાસી છે ‘વાયરલ બોય ધૂમ’
ઝારખંડના જમશેદપુર જિલ્લાના રહેવાસી ‘વાયરલ બોય ધૂમ’નું સાચું નામ પિંટુ પ્રસાદ છે. દેખાવમાં પિંટુ પ્રસાદ ભલે નિર્દોષ બાળક જેવા લાગે, પરંતુ તેમની ઉંમર લગભગ 32 વર્ષ છે. પિંટુએ પોતે જ એક મીડિયા ચેનલ સાથે વાત કરતાં આ વાતની પુષ્ટિ કરી છે.
‘વાયરલ બોય ધૂમ’ પિંટુ પ્રસાદની જિંદગી પણ કોઈ ફિલ્મી કહાનીથી ઓછી નથી, જેમ હીરોનું બાળપણ દુઃખોમાં પસાર થાય છે અને રાતોરાત તે સ્ટાર બની જાય છે. કંઈક આવું જ પિંટુ પ્રસાદ સાથે થયું છે. પિંટુ પ્રસાદે જણાવ્યું કે બાળપણમાં જ તેમના માતા-પિતાનું અવસાન થઈ ગયું હતું. ત્યારબાદ દાદા-દાદીએ તેમનું પાલનપોષણ કર્યું, પરંતુ તેમનું પણ અવસાન થઈ ગયું. પિંટુએ કહ્યું, “અમે બે ભાઈ અને એક બહેન છીએ. અમારો કોઈ સહારો નહોતો. બહેન છે, જે બીમારી વખતે અમને ખાવાનું આપી જાય છે. તે અમને બહુ પ્રેમ કરે છે.”
View this post on Instagram
‘વાયરલ બોય ધૂમ’એ કયા કયા કામ કર્યા?
‘વાયરલ બોય ધૂમ’એ જણાવ્યું કે પેટ ભરવા માટે તેમણે અનેક પ્રકારના કામ કર્યા—કચરો વિણ્યો, લેટ્રીન સાફ કરી, મરેલા કૂતરાં ફેંક્યા, કચરો ઉપાડ્યો, ઝાડૂ પણ લગાવ્યું, પરંતુ ક્યારેય ચોરી નથી કરી.
વળી, જ્યારે તેમને બોલિવૂડના મનપસંદ અભિનેતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે પિંટુ પ્રસાદે કહ્યું કે તેમને ‘ક્રિશ’ એટલે કે ઋતિક રોશન બહુ ગમે છે.
બદલાઈ ગઈ ‘વાયરલ બોય ધૂમ’ની જિંદગી
નશાની લત લાગી ગયેલા પિંટુ કહે છે કે ઘણા લોકોએ તેમના ભોળપણનો ફાયદો ઉઠાવ્યો. કેટલાક લોકો માત્ર 10-20 રૂપિયા આપી તેમની પાસેથી રીલ બનાવડાવતા અને પોતે લાખો વ્યૂઝ મેળવતા. પરંતુ જમશેદપુરની ‘અસ્તિત્વ ફાઉન્ડેશન’એ તેમની પ્રતિભાને ઓળખી અને તેમને નશાની લતમાંથી બહાર કાઢવાની જવાબદારી લીધી.
હવે પિંટુ રિહેબ સેન્ટરમાં સારવાર લઈ રહ્યો છે અને નવી જિંદગી તરફ પગલાં ભરી રહ્યો છે, જ્યાં પહેલીવાર કોઈએ તેને સાચે સમજ્યો છે.
