કિંગસ્ટન ટેકનોલોજીએ પોતાની સેવાઓ ભારતમાં મજબૂત બનાવી

News KhabarPatri
By News KhabarPatri 3 Min Read

મેમરી પ્રોડક્ટ્સમાં વૈશ્વિક આગેવાન કિંગસ્ટન દ્વારા ગ્રાહકો, ભાગીદારોને અન્ય હિસ્સાધારકો માટે ભારતમાં તેની સેવાઓ મજબૂત બનાવવામાં આવી હોવાની ઘોષણા કરવામાં આવી છે. કિંગસ્ટને એક જ દિવસમાં સર્વિસ કસ્ટમર્સના 80 ટકાનો એકધાર્યો નેશનલ ટર્ન અરાઉન્ડ ટાઈમ (ટીએટી) જાળવી રાખ્યો છે, જે ગયા વર્ષની તુલનામાં 20 ટકાનો તીક્ષ્ણ વધારો દર્શાવે છે. આ સિદ્ધિ કંપનીએ એકંદર ગ્રાહક સંતોષમાં સુધારણા કરવા માટે એકધાર્યા પ્રયાસો કર્યા તેને લીધે શક્ય બની છે. કિંગસ્ટને ભારતમાં યોગ્ય સ્રોતોમાંથી ખરીદી કરવા માટે ગ્રાહકોને તેની સેવાઓ બહેતર બનાવવા માટે અસરકારક પગલાં લીધાં છે.

કિંગસ્ટન તેની બધી પ્રોડક્ટ રેખાઓ માટે એક છત હેઠળ નિવારણ તરીકે એકલ રાષ્ટ્રીય સેવા ભાગીદાર થરી ઉત્તમ સેલ્સ ટેકો આપે છે. ગ્રાહકો યોગ્ય સ્રોતમાંથી ખરીદી કરતા હોય તેઓ ભારતમાં 50થી વધુ સેવા કેન્દ્રોની મુલાકાત લઈ શકે, જે ત્યાં જ ફંકશનલ સ્ક્રીનિંગ સુવિધા ઓફર કરે છે. સર્વિસ ડિલિવરી અસરકારક અને સુચારુ બનાવવા માટે ચુનંદાં કેન્દ્રોમાં કિંગસ્ટનની પ્રોડક્ટો માટે સમર્પિત કાઉન્ટરો છે. સેવા કેન્દ્રોમાં પહોંચી નહીં શકતા હોય તેવા ગ્રાહકો માટે કિંગસ્ટન તેની મર્યાદિત કુરિયર સુવિધા સાથે મૂલ્યનો ઉમેરો કરે છે. કંપની સેવા અને પ્રોડક્ટો વિશે ગ્રાહકોને મફત એન્ડ્રોઈડ એપ આધારિત અપડેટ્સ પણ આપે છે. કંપનીએ ગ્રાહકો નહીં હોય તેમને પણ મફત ટેકનિકલ ટેકો આપવાનું ચાલુ રાખ્યું છે. આ લાભોને લીધે પ્રતિસાદ સમય ઝડપી બને છે અને સમસ્યાઓનું ઉકેલ પણ ઝડપથી આવે છે.

ચેનલ ભાગીદારો અમને અમારા દીર્ઘ સ્થાયી ગૂડવિલ માટે જાણે છે અને તેથી શક્ય ઉત્તમ રીતે ગ્રાહકોના અનુભવમાં મૂલ્યનો ઉમેરો કરવાની અમારી જવાબદારી બની જાય છે. અમે હંમેશાં સેવાન વેપારનો અમારો આંતરિક હિસ્સો માન્યો છે અને ગ્રાહકોને કિંગસ્ટન પ્રોડક્ટો સાથે સંકળાયેલા ઘણા બધા લાભો લેવા માટે યોગ્ય સ્રોતમાંથી ખરીદી કરવા માટે અરજ કરીએ છીએ, એમ કિંગસ્ટન ટેકનોલોજી ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી વિશાલ પારેખે જણાવ્યું હતું.

ગ્રાહક સેવા અનુભવ વધુ બહેતર બનાવવા માટે વધુ એક પગલું આગળ મૂકતાં કંપની ગ્રાહકોને અભિમુખ કિંગસ્ટન પ્રોડક્ટ તેમના ડિવાઈસ માટે ઓળખવા અને ખરીદી કરવા માટે મદદરૂપ થવા ગ્રાહકોને પ્રી- સેલ્સ સહાય પણ આપે છે. કિંગસ્ટન હંમેશાં બજારમાં સ્પર્ધકોથી પોતાને અલગ તારવે તેવી ઝંઝટમુક્ત ગ્રાહક સેવા પ્રદાન કરવામાં માને છે. કંપની હંમેશાં દરેક નવી પ્રગતિ સાથે ઉદ્યોગનાં ધોરણોને પાર કરે છે, જ્યારે પ્રોડક્ટની ગુણવત્તા અને વિશ્વસનીયતા પણ જાળવી રાખે છે.

Share This Article