કિંગ્સ ઇલેવન અને દિલ્હી વચ્ચે શનિવારે મેચ રમાશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

દિલ્હી : દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાન ખાતે  આવતીકાલે ઇન્ડિયન પ્રિમિયર લીગની મેચ રમાનાર છે. આઈપીએલની  મેચ કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ વચ્ચે રમાશે. દિલ્હી ટીમ હોટ ફેવરિટ તરીકે દેખાઈ રહી છે. અશ્વિનના નેતૃત્વમાં કિંગ્સ ઇલેવન અગાઉની મેચોમાં ધરખમ દેખાવ કરી ચુક છે. જા કે છેલ્લી કેટલીક મેચોમાં અપેક્ષા મુજબનો દેખાવ રહ્યો નથી.  ક્રિસ ગેઇલ હાલમાં જારદાર ફોર્મમાં હોવાથી તમામની નજર તેના ઉપર જ કેન્દ્રિત રહેશે. રાહુલ ઉપરાંત અશ્વિન, સરફરાઝ ખાન ઉપર પણ ક્રિકેટ ચાહકોની નજર રહેશે. અશ્વિનના નેતૃત્વમાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ દિલ્હી કેપિટલ ઉપર જીત મેળવવા માટે આશાવાદી છે.

પોઇન્ટ ટેબલની વાત કરવામાં આવે તો દિલ્હી કેપિટલની ટીમ હાલમાં ત્રીજા સ્થાન પર છે. દિલ્હીએ નવ મેચો રમી છે જે પૈકી પાંચમાં તેની જીત થઇ છે અને પાંચમાં હાર થઇ છે. આવી જ રીતે પંજાબની ટીમની નવમાંથી પાંચમાં જીત થઇ છે.  ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવણ તક છે. મેચનુ રાત્રે આઠ વાગ્યાથી શનિવારે પ્રસારણ થશે .ટીમો નીચે મુજબ છે.

દિલ્હી કેપિટલ્સ : અવેશ ખાન, અયપ્પરા, બેઇન્સ, બોલ્ટ, ધવન, ઇન્ગ્રામ, અય્યર (કેપ્ટન), લમિછાને, મનજાત કાલરા, મિશ્રા, મોરિસ, મુનરો, પંત, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, પૌલ, રબાડા, રુધરફોર્ડ, સક્સેના, ઇશાંત, શો, નાથુસિંઘ, ટેવટિયા, વિહાર, જયંત યાદવ

કિંગ્સ ઇલેવન પંજાબ :  મયંક અગ્રવાલ, અર્ષદીપ, મુરુગન અશ્વિન, આર. અશ્વિન (કેપ્ટન), અયાચી, કરેન, ગેઇલ, બ્રાર, હેનરીક્સ, શરફરાઝ ખાન, મનદીપસિંહ, મિલર, સામી, રહેમાન, કરુણ નાયર, નાતકંદ, પૂરન, કે. રાહુલ, રાજપૂત, સિમરનસિંઘ, ટાઈ, ચક્રવર્થી, વિલજાયન

Share This Article