કિંગફીશર એરલાઇન્સના સ્ટાફ દ્વારા સરકારને ઉદ્દેશીને એક પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં ઘણા સમય થી બાકી રહેલી સેલરી માટે કિંગફિશરના સ્ટાફ દ્વારા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને નરેન્દ્ર મોદીને કિંગફિશરના સ્ટાફ દ્વારા હસ્તાક્ષર કરેલો એક પત્ર મોકલવામાં આવ્યો છે. તેમાં વિજય માલ્યાને “ભગોડા” જાહેર કરી અને તેઓને પાછા લાવવા માટે અરજી અને વિનંતી કરાઈ છે.
પત્રમાં લખવામાં આવ્યું છે કે વિજય માલ્યા દ્વારા ભારતમાં રહેલા સ્ટાફ ને સેલેરી નથી અપાઈ જયારે લંડન મને અન્ય વિદેશી સ્થળોએ કાર્યરત સ્ટાફને સેલેરી, ગ્રેજ્યુટી તથા અન્ય પર્ક્સ નિયમીત્તપણે મળી રહ્યા છે અને તે ભારતના રાજકીય અર્થતંત્ર માટે એક મોટી નિષ્ફળતા છે. આ ઉપરાંત તેમાં લખ્યું હતું કે અમે બધાજ રસ્તા ટ્રાય કાર્ય છે જેવા કે કોર્ટ અને ક્રિમિનલ કમ્પ્લેન જે જંતર મંતર પોલીસ સ્ટેશને કરાઈ હતી, લેબર કમિશ્નર ને અરજી આપી અને અમુક સદસ્યો દ્વારા તો ભૂખ હડતાલ પણ કરાઈ હતી. પરંતુ તેનું કોઈજ સકારાત્મક પરિણામ આવ્યું નહોતું
સ્ટાફ દ્વારા વધુમાં લખાયું હતું કે કંપનીના લીકવીડેશનના કારણે તેઓ પોતાનું પ્રોવિડંડ ફંડ પણ ઉપાડી શકતા નથી. આ પત્રમાં પ્રધાનમંત્રીને સંબોધીને લખાયું હતું કે ચૂંટણી પૂર્વે શાશનના બાકી રહેલા એક વર્ષમાં આ સમસ્યાનો અંત લાવો અને વિજય માલ્યાને ફ્યુઝીટીવ ઘોષિત કરાવી ભારતમાં પરત લાવો તેવી અપીલ કરવામાં આવી હતી.