ચાહકના સવાલનો કિંગ ખાને આપ્યો જવાબ, આળસ આવી રહી છે યાર..

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાન પોતાની ફિલ્મ, એક્ટિંગ અને સ્ટારડમના માટે જ નહીં, પરંતુ પોતાના બેબાક જવાબ માટે પણ જાણીતો છે. દરેક લોકો તેના અંદાજ વિશે જાણે છે. શાહરુખની પાસે દરેક સવાલનો જવાબ હોય છે, તે પણ એકદમ સટીક. જેની ઝલક ફેન્સ ઘણી વાર જોઈ ચુક્યા છે અને એકવાર ફરી એવું જ કંઈ જોવા મળે છે. શાહરુખ ખાને આ વખતે પોતાના ઘર મન્નતની બહાર ઉભા રહીને તેની એક ઝલકની રાહ જોનારા ફેન્સના સવાલનો જવાબ આપ્યો છે, તે પણ ખૂબ જ મજેદાર અંદાજમાં. શાહરુખ ખાને સોશિયલ મીડિયા પર મન્નતની બહાર ઉભા રહેલા ફેનની તસવીર રિટ્‌વીટ કરી છે, જેમાં તે કિંગ ખાનના ઘરની બહાર સેલ્ફી ક્લિક કરી રહ્યો છે. ચાહકે આ તસવીર શેર કરતા કિંગ ખાનને પુછ્યુ કે તેમે મન્નતની બહાર પગ કેમ ના મુક્યો. ચાહકના આ સવાલ પર શાહરુખ ખાને ખૂબ જ શાનદાર અંદાજમાં જવાબ આપ્યો છે. હકીકતમાં, શાહરુખા ખાન ટ્‌વીટર પર આસ્ક એસઆરકે દ્વારા પોતાના ફેન્સની રુબરુ થયાં. જેમાં ઘણા ચાહકોએ તેને સવાલ કર્યો હતો. આ જ ક્રમમાં એક ચાહકે લખ્યુ, ‘૧૫ મીનીટ. .

#AskSRK બસ તમારા પ્રેમ માટે ધન્યવાદ અને શનિવારે કંઈક બીજી મસ્તી ફેલાવવા માટે.’ વળી એક અન્ય ચાહકે શાહરુખ ખાનને ટેગ કરીને લખ્યુ . #AskSRK રાહ જોઈ રહ્યો હતો, બહાર કેમ ના આવ્યા? આ વાત પર શાહરુખ ખાને જવાબ આપ્યો, આળસ મહેસૂસ કરી રહ્યો છુ યાર પથારી પર આરામ કરવા ઈચ્છુ છું. જ્યારે એક યુઝરને પુછવામાં આવ્યુ કે તે હંમેશા કાર્ગો પેન્ટ કેમ પહેરે છે, તો સુપરસ્ટારે જવાબ આપ્યો કે, તેમાં વધારે પૉકેટ હોય છે. દુનિયાને પોતાના ખિસ્સામાં રાખવા માટે વધારે સ્થાન! વળી અમુક ચાહકોએ વીડિયો અને ફોટો શેર કરીને જણાવ્યુ કે એક્ટરની અપકમિંગ ફિલ્મ માટે અમે પૂરો હૉલ બુક કરાવી દીધો છે. તેના પર શાહરુખ ખાને પણ ખુશી વ્યક્ત કરી છે અને ફેન્સને એ પણ કહ્યુ કે તે આ ટિકીટ સિનેમા હૉલમાં ના છોડે, પણ પોતાની સાથે લઈને જાય.

Share This Article