કિમ કરદાશિયા ન્યુડ ફોટો શુટ કરવા ખુબ વધુ ઇચ્છુક

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

લોસએન્જલસ : રિયાલિટી ટીવી સ્ટાર અને વિશ્વની સૌથી મોંઘી સેલિબ્રિટી કિમ કરદાશિયા ફરી એકવાર ન્યુડ ફોટો શુટ કરીને દુનિયામાં પોતાની ખુબસુરત ફિગરને રજુ કરવા માટે ઇચ્છુક છે. તેનુ કહેવુ છે કે બાળકોને જન્મ આપ્યા બાદ તે ફરી સેક્સી અને બોલ્ડ ફિગર મેળવી લેવા માટે ખુબ મુશ્કેલ ડાયટમાંથી પસાર થઇ ચુકી છે. તે હવે આશાવાદી બની છે.

સખત ડાયટને ફોલો કર્યા બાદ તે ચર્ચા જગાવે તે રીતે ફોટોશુટ કરવા માટે તૈયાર છે. મિડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રિયાલિટી શો કિપિંગ અપ વિથ ધ કરદાશિયાની સ્ટાર ૩૬ વર્ષીય કરદાશિયા હવે યોજના બનાવી રહી છે. કિમનુ કહેવુ છે કે તેનુ ખાસ સપનુ છે. તે ફરી એકવાર વિશ્વની સમક્ષ શાનદાર ફોટોશુટ મારફતે રજૂ થવા માટે તૈયાર છે. તે ચોક્કસપણે ન્યુડ ફોટો શુટ માટે તૈયાર છે. કિમે એવા હેવાલને રદિયો આપ્યો છે કે તે તેની બહેન કાઇલી જેનરને લઇને પણ પરેશાન છે. તેનુ કહેવુ છે કે કાઇલી અને તેને બન્નેને મેક અપ ખુબ પસંદ છે. તેમની વચ્ચે કોઇ પણ પ્રકારની સ્પર્ધા નથી.

કિમ પોતાની ખુબસુરતીના કારણે વિશ્વમાં જાણીતી રહી છે. વિશ્વની સૌથી મોંગી સેલિબ્રિટી તરીકે તે ગણાય છે. તેના સેક્સી ફોટોના કારણે પણ તે સતત ચર્ચામાં રહે છે. કિમ કરદાશિયા અનેક મોટા કાર્યક્રમમાં જંગી નાણા લઇને હાજરી આપતી રહી છે. કાનિયે વેસ્ટ સાથે લગ્ન કર્યા બાદ કિમે ભારે ચર્ચા જગાવી હતી. બાળકના જન્મ બાદ છેલ્લા કેટલાક સમયથી તે સેક્સી ફિગર હાંસલ કરવા માટે પ્રયાસ કરી રહી હતી. હવે તે આમાં સફળ રહી છે. કિમની માંગ સતત જાવા મળી રહી છે. મોટા ભાગે તે મેગેજિનમાં ન્યુઝમેકર્સ તરીકે રહી છે. કાનિયે વેસ્ટ સાથે થોડાક સમય પ્રેમમાં રહ્યા બાદ કિમે લગ્ન કર્યા હતા. કિમ શક્તિશાળી સેલિબ્રિટી તરીકે સાબિતી આપી ચુકી છે.

Share This Article