ઉત્તર કોરિયાના સરમુખત્યાર નેતા કિમ જોંગ-ઉન ફરીથી ચર્ચામાં છે. હાલ કિમ જોંગ ચીનના પ્રવાસે હોવાનું માલૂમ પડ્યુ છે.
કિમ જોંગ વર્ષ 2011માં સત્તા સંભાળ્યા બાદ તેઓ પહેલી વખત વિદેશ યાત્રાએ ગયા હતા. કિમની આ યાત્રાની જાણકારી રાખનારા ત્રણ સ્ત્રોતનો હવાલો આપતાં સમાચાર એજન્સી બ્લૂમબર્ગે જણાવ્યું કે ઉત્તરી કોરિયાઈ નેતા રવિવાર અને સોમવારે ચીનની રાજધાનીમાં હતા.
આ પહેલાં જાપાની મીડિયામાં એવા સમાચાર આવ્યાં હતા બંને દેશોની વચ્ચે સંબંધોની ચર્ચા માટે રવિવારે ચીનમાં એક ઉચ્ચ શ્રેણીની ઉત્તર કોરિયાઈ વિશેષ ટ્રેન પહોંચી છે. જોકે ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેઓને આ યાત્રા અંગે કોઈ જ જાણકારી નથી. તેવી રીતે ઉત્તર કોરિયાના દૂતાવાસના અધિકારીઓ પણ કંઈ બોલવા તૈયાર નથી.