ઉન અને ઇનની મિત્રતા

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન હવે પોતાના વચનોને અમલી કરતા નજરે પડી રહ્યા છે. કિમે શાંતિ સ્થાપિત કરવા અને જુદા જુદા દેશો સાથે પોતાના સંબંધોને સુધારી દેવા માટે શરૂઆત કરી દીધી છે. થોડાક સમય પહેલા તેઓ દક્ષિણ કોરિયા પહોંચી ગયા હતા અને ત્યાંના પ્રમુખ મુન જે ઇન સાથે વાતચીત કરી હતી. ઉન એવા પ્રથમ ઉત્તર કોરિયન શાસક છે જે વર્ષ ૧૯૫૦-૫૩ના કોરિયન યુદ્ધ બાદ દક્ષિણ કોરિયાની જમીન પર પગ મુકનાર નેતા બન્યા છે. બન્ને નેતાઓની વાતચીત તો પહેલા પણ થઇ હતી પરંતુ આ વાતચીત ૧૨ વર્ષ પહેલા કોઇ ત્રીજા દેશમાં થઇ હતી. બન્ને કોરિયન દેશના રાષ્ટ્ર પ્રમુખની આ વાતચીત પર સમગ્ર દુનિયાની નજર કેન્દ્રિત થઇ ગઇ હતી. આને આ ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલા તરીકે ગણવામાં આવે છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઉનને બે વખત મળી ચુક્યા છે. જે વાતચીત અપેક્ષા કરતા ઓછી સફળ રહી છે.

પ્રથમ વખત ટ્રમ્ર અને ઉત્તર કોરિયા વચ્ચે મંત્રણા સિંગાપોરમાં થઇ હતી. જ્યારે બીજી મંત્રણા હનોઇમાં થઇ હતી. કેટલાક મતભેદો પણ સપાટી પર ઉભરીને આવ્યા હતા. ખાસ કરીને આના કારણે કોરિયન દ્ધિપના લોકોને સૌથી મોટી રાહત થઇ રહી છે. જ્યાં અમેરિકા સહિત દુનિયાના કેટલાક દેશોના પ્રતિબંધના કારણે હાલત ખરાબ થયેલી છે. આ બાબત જુદી છે કે અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે તમામ બાબતો એક સાથે ઠીક થઇ જાય તેવી શક્યતા ઓછી છે. આવી આશા પણ તરત તો દેખાતી નથી. કિમ જાંગ ઉન ભલે પોતાના ન્યુÂક્લયર પ્રોગ્રામને બંધ કરવાનો દાવો કરી રહ્યા છે પરંતુ અમેરિકા પૂર્ણ નિશ†ીકરણ ઇચ્છે છે. અર્થ એ છે કે કિમ જાંગ તેમના દ્વારા બનાવવામાં આવેલા તમામ હથિયારો નષ્ટ કરી નાંખે. પોતાના પરમાણુ સ્થળ પર માટી મુકાઇ દે. વ્હાઇટ હાઉસે સાફ શબ્દોમાં કહ્યુ છે કે જ્યા સુઅી ઉત્તર કોરિયા પરમાણુ નિશ†ીકરણની દિશામાં આગળ વધતુ નથી ત્યાં સુધી પ્રતિબંધ યથાવત રીતે અમલી રહેશે.

ટ્રમ્પ પણ કહી કહી ચુક્યા છે કે કિમ જાંગ ઉન પોતાના ન્યુક્લિયર પ્રોગ્રામ માટે કોઇ નક્કર પગલા લેતા નથી તો વાતચીતનો કોઇ અર્થ  નથી. સવાલ એ છે કે શુ કિમ જાંગ ઉન આના માટે તૈયાર થઇ જશે. આ માનવાની બાબત એટલી સરળ નથી. તમામ બાબતો કિમ જોંગ ઉનના હાથમાં પણ નથી. તેમનુ પગલુ મોટા ભાગે ચીન પર પણ આધારિત રહેશે. ચીન ક્યારેય પણ ઇચ્છશે નહી કે ઉત્તર કોરિયા પાસે કોઇ પણ પ્રકારના હથિયાર ન રહે. તે તેની હાલત ઇરાન જેવી તો ક્યારેય થવા દેશે. નહી. કારણ કે દક્ષિણ ચીન સાગરમાં શક્તિ સંતુલન જાળવવા માટે ઉત્તર કોરિયાની જરૂર તેને હમેંશા રહેનાર છે. ચીને જ ઉનને વાતચીત માટે તૈયાર કર્યા છે. આગળની રણનિતી પણ તેના દ્વારા તૈયાર કરવામાં આવનાર છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરની સ્થિતી રહેલી છે ત્યારે ઉનને લઇને ચીનનુ વલણ શાંતિથી બેસીને ઉનની પીઠ પરક હાથ રાખવા માટેનુ રહેશે. આ મહિનામાં જ રાજદ્ધારી નીતિ કોની કેવી રહે છે તે બાબતની ધીમે ધીમે માહિતી સપાટી પર આવનાર છે.

Share This Article