બાળકો સામે વધતી ગુનાહિત ઘટનાઓને રોકવા માટે પંજાબ સરકાર અનેક પગલાં લઈ રહી છે. શાળાના બાળકો માટે જીપીએસ ટ્રેકર ઉપકરણોથી સજ્જ સ્માર્ટ સ્કૂલ બેગની વ્યવસ્થા કરવાની વાત કરવામાં આવી છે. જો તમામ બાળકો પાસે જીપીએસ સાથેની સ્માર્ટ બેગ હોય તો માતાપિતાને ઓછી ચિંતા થઈ શકે છે. અત્યારે મોટાભાગની શાળાઓમાં મોબાઈલ ફોનની મંજૂરી નથી. આવી સ્થિતિમાં બાળકોના વાલીઓને ત્યારે જ રાહત મળે છે જ્યારે બાળકો શાળાનો સમય પૂરો થયા બાદ સુરક્ષિત ઘરે પરત ફરે છે.
ઘણા વાલીઓ કહે છે કે નવી સરકારે શાળાના બાળકોની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવુ જોઈએ. વાલીઓની આ ચિંતાનો ઉકેલ જીપીએસ ટ્રેકર ઉપકરણથી સજ્જ સ્માર્ટ સ્કૂલ બેગના રૂપમાં સામે આવ્યો છે. સ્માર્ટ સ્કૂલ બેગની મદદથી માતા-પિતા દરેક ક્ષણે તેમના બાળકની હિલચાલ પર નજર રાખી શકે છે. એક વાર ચાર્જ કરવા પર ઉપકરણ ૧૨થી ૧૫ કલાક કામ કરે છે. આ માટે અલગથી ચાર્જરની જરૂર નથી.
બેગમાં ચાર્જિંગ કેબલને સામાન્ય સોકેટમાં પ્લગ કરીને તેને માત્ર અડધા કલાકમાં ચાર્જ કરી શકાય છે. ઘણી જગ્યાએ તો માતાપિતા સ્માર્ટ પોઝિશનિંગ ફંક્શનની મદદથી તેમના બાળકોના વાસ્તવિક સમયના સ્થાન પર પણ નજર રાખે છે તે સારી વાત છે. એક્સપર્ટ્સનુ કહેવુ છે કે જીપીએસ ડિવાઈસ સાથે ફીટ કરેલી સારી ક્વૉલિટી બેગમાં ૯૦ દિવસ સુધી ડેટા સેવ થાય છે. જ્યારે પણ બાળક સેફ ઝોનની બહાર જશે ત્યારે તેના માતા-પિતાના મોબાઈલ પર મેસેજ આવશે. આ સિવાય સ્માર્ટ વૉચમાં ટ્રેકિંગ ડિવાઈસની સિસ્ટમ પણ ઉપલબ્ધ છે. હવે આ પ્રકારની ટેકનોલોજી તમામ બાળકો માટે સુલભ બનાવવાની જરૂર છે