નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ બોટનિકલ રિસર્ચ દ્વારા હવે એવી હર્બલ દવા બનાવવામાં સફળતા હાંસલ કરવામાં આવી છે જેના કારણે કિડની અને યુરિનરી ટ્રેકટની પથરીના કદને ઘટાડીને તેને નષ્ટ કરવામાં ઉપયોગી સાબિત થશે. સંસ્થાના નિર્દેશક પ્રોફેસર એસકે બારિકે કહ્યુ હતુ કે સામાન્ય રીતે એલોપેથિક અને આયુર્વેદિક દવામાં ૧૮-૨૦ પ્રકારના ફોર્મ્યુલેશન હોય છે. પરંતુ આ દવા પાંચ સરળતાથી ઉપલબ્ધ બને તે પ્રકારની ઔષધિને મિક્સ કરીને તૈયાર કરવામાં આવી છે. જેના કારણે તેની કિંમત એક રૂપિયા પ્રતિ ગોળી રાખવામાં આવી છે. આ સંસ્થાના ફાર્માકોગ્નાસી વિભાગના પ્રિન્સિપાલ વૈજ્ઞાનિક શરદ શ્રીવાસ્તવનુ કહેવુ છે કે સામાન્ય રીતે નાના કદની પથરી તો પોતાની રીતે જ યુરિનમાં નિકળી જાય છે પરંતુ છ એમએમ અથવા તો તેના કરતા મોટી પથરીને દુર કરવા માટે સર્જરી કરવી પડે છે. દવાને દિવસમાં બે વખત લેવાથી પથરીનુ કદ ઘટી જાય છે.
આના કદને ઘટાડી દેવામાં આશરે ૧૦ દિવસનો સમય લાગે છે. આ ફાર્માકોગ્નાસી વિભાગના ડોક્ટર અંકિતા મિશ્રાએ કહ્યુ છે કે સામાન્ય રીતે પથરી કિડની અથવા તો યુરિનરી ટ્રેક્ટની સેલ સાથે ચોંટી જાય છે. જેના કારણે ઘા પેદા કરે છે. તેમનુ કહેવુ છે કે દવા પથરીને એવા કદમાં ફેરવી દેવામાં સફળ રહે છે જેના કારણે શરીરના અંદરના ભાગને ચોંટી શકે નહીં. આ દવા પથરી કાઢવા માટે થયેલી સર્જરીથી નુકસાનગ્રસ્ત કોર્ટિયલ ટિશ્યુને પણ મજબુત કરે છે. જે મહિલા યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનની સમસ્યાથી ગ્રસ્ત છે તે પણ આનો ઉપયોગ કરી શકે છે. દવાની સેફ્ટી અને ટોક્સિસિટીની તપાસ આઇઆઇટીઆરમાંથી ડોક્ટર વિકાસ અને હાફીઝ દ્વારા કરવામાં આવી છે.
આ દવાના માનવી પર ઉપયોગ માટે ડ્ર્ગ કન્ટ્રોલ ઓફ ઇન્ડિયા પાસેથી મંજુરી માંગવામાં આવી છે. મંજુરી મળી ગયા બાદ કેજીએમયુના યુરોલોજી વિભાગના ડોક્ટર શંખવાર અને સલિલ ટંડન દ્વારા તેને લઇને માનવી ટ્રાયલ કરનાર છે. ત્યારબાદ આ દવાનો ઉપયોગ કરી શકાશે.તાજેતરમાં જ કરવામાં આવેલા એક ચિંતાજનક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ૧૭ ટકા શહેરી ભારતીયો કિડનીના રોગથી ગ્રસ્ત છે. ડાયાબિટીસ અને હાઈપર ટેન્શનના કેસો શહેરી ભારતમાં વધી રહ્યા છે. ૧૨ શહેરોને આવરી લઈને કરાયેલા અભ્યાસમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. આમા જણાવવામાં આવ્યું છે કે દરેક ૧૦૦ લોકો પૈકી ૧૭ લોકો કિડનીના રોગથી ગ્રસ્ત થયેલા છે જે પૈકી છ ટકા લોકો તબક્કા ત્રણ કિડની રોગમાં પહોંચે છે જેમાં તબીબી સારવાર અતિ જરૂરી બની જાય છે. કેટલાક કેસોમાં ખૂબ જ ખર્ચાળ સારવાર જેમ કે ડાયાલિસીસ અથવા ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે. અભ્યાસમાં ૧૩ હોસ્પિટલ પાસેથી આંકડા લેવામાં આવ્યા છે જેમાં ખાનગી અને સરકારી હોસ્પિટલનો સમાવેશ થાય છે.
દેશમાં કિડનીના રોગ અંગે સૌથી મોટા અભ્યાસના ભાગરૂપે આ અંગેનો દાવો કરવામાં આવ્યો છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે મોટાભાગના વ્યક્તિગતો ક્લેનિક કિડની ડિસીઝ (સીકેડી)ના જુદા જુદા તબક્કામાં સારવાર માટે પહોંચે છે. તે પહેલા કોઈપણ કિડની કામગીરીની સારવાર કરાવતા નથી. ભારતમાં યુવા લોકો પણ અટકાયતી ચેકઅપમાં વિશ્વાસ રાખતા નથી જે ખૂબ જ ખરાબ બાબત છે. વિલંબથી સારવારના પરિણામ સ્વરૂપે પણ જટિલ સ્થિતિ ઉભી થાય છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે સીકેડીથી પિડાતા ૬૪.૫ ટકા દર્દીઓ હાઈપરટેન્શનથી પણ ગ્રસ્ત છે જ્યારે ૪.૭ ટકા લોક એનેનીયાથી ગ્રસ્ત છે. ૩૧.૬ ટકા લોકો ડાયાબિટીશથી ગ્રસ્ત છે. નવી દિલ્હીમાં રામમનોહર લોહીયા હોસ્પિટલમાં નેફ્રોલોજી વિભાગના વડા ડા. શામસુંદરનું કહેવું છે કે સીકેડીથી ગ્રસ્ત મોટાભાગના દર્દીઓ એવા સમયે હોસ્પિટલ પહોંચે છે જ્યારે તેમની કિડનીની કામગીરી તેની ક્ષમતાની અડધીમાં આવી જાય છે. જા આ રોગને તબક્કા એક અને તબક્કા બેમાં સારવાર માટે હાથ ધરવામાં આવે તો તેની ખતરનાક અસર ઘટી જાય છે અને દવાથી તેની અસર ઘટી જાય છે.
કિડની ફેલિયરના પારિવારિક ઇતિહાસ ધરાવતા લોકોમાં આ અસર પહેલા દેખાય છે. વારણસી, કાનપુર, દિલ્હી, લુધિયાણા, ભોપાલ, નડિયાદ (ગુજરાત), મુંબઈ, મૈસુર, બેંગ્લોર, કોચીન અને વિશાખાપટ્ટનમને આવરી લઈને કરાયેલા અભ્યાસમાં આ મુજબનો દાવો કરાયો છે. સીકેડીના સૌથી વધુ કેસવિશાખાપટ્ટનમમાં ૪૬.૮ ટકા નોંધાયા છે.