અમદાવાદના પાલડી બસ સ્ટેન્ડ પાસેથી સ્ત્રી મિત્રને મળવા આવેલા યુવકના ભાઈને સ્ત્રી મિત્રના બે મિત્રો એક્ટિવા ઉપર અપહરણ કરીને લઇ ગયા હતા. ત્યારબાદ યુવકને છોડવા માટે રૂપિયા એક લાખની ખંડણી માંગી હતી. આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પાલડી પોલીસ દ્વારા એક્ટિવા અને સીસીટીવીના આધારે બે યુવકો અને મહિલાની ધરપકડ કરી છે. રમેશ આદિવાલ નામનો યુવક કચ્છના ગાંધીધામ ખાતે રહે છે અને રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. છ મહિના પહેલા રમેશ અમદાવાદ આવ્યો હતો અને ટ્રેનમાં બેસી અને ગાંધીધામ પર જઇ રહ્યો હતો ત્યારે નીતા નામની યુવતી સાથે ટ્રેનમાં તેની ઓળખાણ થઈ હતી. બંને વચ્ચે નંબરની આપ લે થઈ હતી અને ત્યારબાદ ગાંધીધામ પોતે ઉતરી ગયો હતો. નીતા અને રમેશ બંને ફોન ઉપર અવારનવાર વાતચીત કરતા હતા અને અમદાવાદ આવે ત્યારે મળવાની વાત કરી હતી.
રમેશ તેના પરિવાર સાથે રાજસ્થાન ગયો હતો અને બે દિવસ પહેલા અમદાવાદ મેઘાણીનગરમાં તેના નાનીના ઘરે આવ્યો હતો. રમેશ તેના માસીના દીકરાને તેના ઘરે વેજલપુર બુટ ભવાની મંદિર એક્ટિવા લઇ અને તેના ભાઈ સાથે મુકવા ગયો હતો. ત્યારે નીતાનો ફોન આવ્યો હતો કે તે અમદાવાદમાં છે અને પાલડી છે તો મળવા માટે પાલડી એમટીએસ બસ સ્ટેન્ડ પાસે બોલાવ્યો હતો. જેથી એક્ટિવા ઉપર ત્રણે જણા નીતાને મળવા માટે ગયા હતા રમેશ તેના બે ભાઈઓને દૂર ઊભા રાખી અને નીતાને મળવા ગયો હતો ત્યારે પાછળથી એક્ટિવા પર બે યુવક આવ્યા હતા અને રમેશ સાથે મારામારી કરવા લાગ્યા હતા જેથી બંને ભાઈઓ દોડી અને રમેશ પાસે ગયા હતા ત્યારે બંને રમેશના ભાઈને એક્ટિવા પર બેસાડી અને પાલડી જલારામ મંદિર તરફ જતા રહ્યા હતા.
આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી તે દરમિયાનમાં રમેશના મોબાઇલ પર ફોન આવ્યો હતો કે જો આ વ્યક્તિને છોડવો હોય તો તાત્કાલિક આ નંબર ઉપર એક લાખ રૂપિયા ગુગલ પે કરી દે જેથી પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી હતી. પોલીસે સીસીટીવી તેમજ એક્ટિવા અને નંબરના આધારે શોધખોળ કરી મુકેશ દાતણીયા, મહંમદ શહેઝાદ પટેલ અને નીતા દાતણીયા નામની યુવતી એમ કુલ ત્રણ લોકોની ધરપકડ કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર એક યુવતીએ ફેક આઈડી બનાવી અન્ય યુવતીના ફોટા મુકીને તેમાં બીભત્સ ગાળો લખી બદનામી કરવાનો પ્રયત્ન કર્યો હતો. સાયબર ક્રાઈમે ગુનો નોંધીને ફોટો મુકનાર યુવતીની ધરપકડ કરી છે. ફોટો મુકનાર યુવતી જેના ત્યાં નોકરી કરતી હતી તે યુવતીનો જ ફોટો તેને મુક્યો હતો. સાયબર ક્રાઈમમાં એક યુવતીએ ફરિયાદ નોંધાવી હતી, કે એક અજાણ્યા ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તેના ફોટો મૂકી ગંદી ગાળો લખી વાઇરલ કર્યો છે. સાયબર ક્રાઇમએ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી ત્યારે ટેકનિકલ એનાલિસિસ કરી મહિલા આરોપીની ધરપકડ કરી છે. મહિલા આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તે ફરિયાદી સાથે ગારમેન્ટ હોઝીયારીનું પરચુરણ મજૂરી કામ કરતી હતી તે સમયમાં અવારનવાર ફરિયાદી કામકાજની બાબતો આરોપીને ટકોર કરતા હતા. જેથી ગુસ્સો આવતા આરોપીએ ફરિયાદીના ઇન્સ્ટાગ્રામ પરથી ફોટા લઈને ફેક આઈડી બનાવી તેમાં ફોટા અપલોડ કર્યા હતા. હાલ આ સમગ્ર મામલે સાઇબર ક્રાઇમે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.