પૂર્વસૈન્યકર્મીએ લગાવ્યો BJP ધારાસભ્ય પર કિડનેપિંગનો આરોપ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

જમ્મુ કશ્મીરમાં  એક પૂર્વસૈન્ય કર્મીએ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પર પોતાની દીકરીને કિડનેપ કરવાનો આરોપ લગાવ્યો છે. ધારાસભ્યએ કહ્યુ છે કે આ આરોપ તેની છબી બગાડવા માટે કરવામાં આવ્યુ છે. આ બાબતમાં ટ્વિસ્ટ તો ત્યારે આવ્યો જ્યારે આરોપ લગાવ્યાના થોડા જ સમય બાદ સૈન્યકર્મીની દીકરી મિડીયાની સામે આવી. સૈન્યકર્મી અનુસાર ગગન ભગતે તેની દીકરીનુ અપહરણ કરી લીધુ હતું.

સૈન્યકર્મીની દીકરીએ મિડીયાને કહ્યુ કે તેને કોઇએ કિડનેપ નથી કરી. તે તેની મિત્રના ઘરે રહી રહી હતી. તેના પરિવારને ધમકીઓ મળવાને કારણે તે જતી રહી હતી. તેને કોઇ છોકરા સાથે લગ્ન કરવા છે અને તેનો પરિવાર આ લગ્નની વિરુદ્ધમાં છે. છોકરીએ કહ્યુ કે કોઇએ પણ તેને કિડનેપ નથી કરી.

જો દીકરીને કોઇએ કિડનેપ નથી કરી તો શા કારણે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે. દીકરીને કોઇની સાથે લગ્ન કરવા છે અને પરિવાર તેના વિરુદ્ધ છે, કદાચ તેના લીધે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પર આરોપ લગાવવામાં આવ્યો હોઇ શકે છે.

 

Share This Article