બાપુનગરમાં રહેતી ૧૮ વર્ષીય યુવતીને યુવકે તલવારની અણીએ કારમાં બેસાડી અલગ અલગ જગાએ ફેરવી ત્રણવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કામમાં યુવકની પત્ની અને મિત્રએ પણ મદદ કરી હતી. જો કે સાંજથી સવાર સુધી કારમાં રહેલી યુવતી તકનો લાભ લઈ કારમાંથી ભાગી છૂટી હતી. આ અંગે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે. બાપુનગરમાં રહેતી ૧૮ વર્ષીય યુવતી પોતાના ઘરે હતી ત્યારે તે અગાઉ જ્યાં ભાડે રહેતી હતી, તે જગાએ રહેતો ઉમેશ તથા તેની પત્ની દેવિકાએ ત્યાં આવી યુવતીને કાર પાસે બોલાવી તલવાર બતાવી તારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને યુવતીને જળબજરી કારમાં બેસાડી ચાંદખેડા લઈ ગયા હતા, જ્યાં દેવિકા ઉતરી ગઈ હતી અને ઉમેશ યુવતીને કારમાં અલગ અલગ જગાએ લઈને ફરતો હતો. બાદમાં ઉમેશે એક યુવકને બોલાવી યુવતીને બળજબરીથી બીજી કારમાં બેસાડી દઇ કારની અંદર ત્રણવાર દુષ્કર્મ ગુજારી વહેલી સવારે ચાંદખેડા લઈ ગયો હતો, જ્યાં તે મોબાઈલ પર વાતો કરતો હતો, તે તકનો લાભ લઇ યુવતી કાર ખોલી ભાગીને તેના ઘરે આવી હતી. યુવતી અને તેની માતાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ઉમેશ, તેની પત્ની દેવિકા અને અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
ટેમ્પો ટ્રાવેલરમાં એસી, પલંગ, ગાદલા સહિતની સુવિધા, રોજ પુરુષોની લાઇનો લાગતી, તપાસ કરતા પોલીસ ચોંકી ગઈ
જામનગરમાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા હતા જેમાં, રણજીત નગર વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર કુટણખાનું ચલાવતો હોવાનો ઘટસ્ફોટ થયો...
Read more