કિઆરા-સિદ્ધાર્થના લગ્નનું આયોજન સૂર્યગઢ પેલેસમાં કરવામાં આવ્યું

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા તથા કિઆરા અડવાણીના લગ્નને લઈને ફેન્સ ઘણા ઉત્સાહિત છે. મીડિયા રિપોર્ટ અનુસાર, બંને ૬ ફેબ્રુઆરીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લેશે. આ કપલ તરફથી હજુ સુધી કોઇ કન્ફર્મ કરવામાં નથી આવ્યું પણ પેલેસ તરફથી કન્ફર્મ કરી દેવામાં આવ્યું છે.

કિઆરા-સિદ્ધાર્થના લગ્નનાં ફંકશન ૪ ફેબ્રુઆરીથી ૬ ફેબ્રુઆરી સુધી યોજાશે. તો જો સિક્યોરિટી વિશે વાત કરવામાં આવે તો, શાહરુખ ખાનના પૂર્વ બોડીગાર્ડને આ ગ્રાન્ડ વેડિંગની સિક્યોરિટીની જવાબદારી સોંપવામાં આવી છે. સેલેબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ ૨ ફેબ્રુઆરી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, ‘અમે કિઆરા અને સિદ્ધાર્થના લગ્નને કવર કરવા માટે જેસલમેર જઈ રહ્યા છીએ. કાલે લેન્ડ કરીશું અને પછી જીપ દ્વારા જેસલમેર જઈશું. લગ્નના કાર્યક્રમો ૪ ફેબ્રુઆરીથી ૬ ફેબ્રુઆરી સુધી ચાલશે.

આ લગ્નનું આયોજન સૂર્યગઢ પેલેસમાં કરવામાં આવ્યું છે.’ જેસલમેર પેલેસ હોટલમાં ૮૦ રૂમ બુક કરવામાં આવ્યા છે. જેમનું એક દિવસનું ભાડું ૧થી ૨ કરોડ છે. આ ઉપરાંત ૭૦ લક્ઝુરિયસ કાર જેવી કે મર્સિડિઝ, મ્સ્ઉ, જગુઆર મહેમાનો માટે ભાડે લેવામાં આવી છે. લગ્ન બાદ સિદ્ધાર્થ તથા કિઆરા બે રિસેપ્શન પાર્ટી હોસ્ટ કરશે. એક દિલ્હીમાં તથા એક મુંબઈમાં યોજવામાં આવશે. મુંબઈની રિસેપ્શન પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સને આમંત્રણ આપવામાં આવશે. જેસલમેરમાં ત્રણ દિવસ વેડિંગ ફંક્શન યોજાશે. લગ્નમાં અંદાજે ૧૦૦-૧૨૫ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ લગ્નમાં અમિતાભ બચ્ચનથી લઈને શાહરૂખ ખાન, મનીષ મલ્હોત્રા, કરન જોહર, વરુણ ધવન, શાહિદ કપૂર-મીરા રાજપૂત અને ઈશા અંબાણી સહિત અનેક સેલેબ્સને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેના કારણે લગ્ન પહેલાં તમામ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તો રિપોર્ટ્‌સમાં તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સિદ્ધાર્થ અને કિઆરાના લગ્નની સુરક્ષા શાહરૂખ ખાનનાં એક્સ બોડીગાર્ડ યાસીન યુગલને આપવામાં આવી છે. ૩ ફેબ્રુઆરીએ બોડીગાર્ડ અને સુરક્ષાકર્મીઓની એક ટીમ મુંબઈથી જેસલમેર માટે રવાના થશે.  સિદ્ધાર્થ તેના લગ્નની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યો છે. તે દિલ્હી પહોંચીને દરેક વસ્તુને પર્સનલ ટચ આપી રહ્યો છે. રિપોર્ટ્‌સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સિદ્ધાર્થ લગ્ન માટે દિલ્હીથી માતા-પિતા અને નજીકના પરિવારના સભ્યો સાથે થોડા દિવસોમાં રાજસ્થાન પહોંચશે. જોકે અંગે હજુ કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. સિદ્ધાર્થ તથા કિઆરાએ ‘શેરશાહ’માં સાથે કામ કર્યું હતું અને અહીઁથી બંને વચ્ચેના પ્રેમની શરૂઆત થઈ હતી. હવે સિદ્ધાર્થ વેબસિરીઝ ‘ઇન્ડિયન પોલીસ’માં જોવા મળશે. આ સિરીઝને રોહિત શેટ્ટી ડિરેક્ટ કરે છે.

કિઆરા ‘સત્યપ્રેમ કી કથા’માં જોવા મળશે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન છે. કિઆરા અડવાણીનું સાચું નામ આલિયા અડવાણી છે. તેના પિતા જગદીપ અડવાણી સિંધી છે અને બિઝનેસમેન છે. તેની માતા જીનીવીવ જાફરી છે. જીનીવીવ મુસ્લિમ માતા તથા ક્રિશ્ચિન પિતાનું સંતાન છે. જીનીવીવ તથા સ્વ. અશોક કુમાર તથા સ્વ. સઈદ જાફરી સંબંધીઓ થતા હતા. કિઆરાએ ૨૦૧૪માં પહેલી ફિલ્મ ‘ફુગલી’ રિલીઝ થાય તે પહેલાં પોતાનું નામ બદલ્યું હતું. ફિલ્મ ‘અંજાના અંજાની’ (૨૦૧૦)માં પ્રિયંકા ચોપરાના પાત્રનું નામ કિઆરા હતું. સલમાન ખાને કિઆરાને નામ બદલવાની સલાહ આપી હતી, કારણ કે બોલિવૂડમાં આલિયા ભટ્ટ એક જાણીતી એક્ટ્રેસ હતી. સલમાનની સલાહ માનીને નામ ચેન્જ કર્યું હતું. કિઆરા તથા મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી એક જ સ્કૂલમાં સાથે ભણતા હતા અને બંને વચ્ચે ગાઢ મિત્રતા છે.

Share This Article