જાણો ગણતંત્ર દિવસ-૨૦૧૮ની પરેડમાં કયા મંત્રાલયનું ટેબ્લો સર્વશ્રેષ્ઠ?

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગણતંત્ર દિવસના રોજ તમામ મંત્રાલય અને વિભાગો દ્વારા ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ તમામ ટેબ્લોમાંથી યુવા કાર્યક્રમ તથા ખેલ મંત્રાલયના ટેબ્લોને સર્વશ્રેષ્ઠ આંકવામાં આવ્યું છે. ૨૮ જાન્યુઆરીઓ નવી દિલ્હીમાં એક સમારંભમાં ખેલ મંત્રાલયના સચિવ રાહુલ ભટનાગરે રક્ષા મંત્રી નિર્મલા સીતારમનના હસ્તે સર્વશ્રેષ્ઠ ટેબ્લો માટે ટ્રોફી અને પ્રમાણપત્ર ગ્રહણ કરી હતી. આ બાબતે યુવા બાબતો અને ખેલ મંત્રાલયના રાજ્ય મંત્રી કર્નલ રાજ્યવર્ધન રોઠોરે ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી હતી.

આ ટેબ્લોની થીમ હતી – ખેલો ઇન્ડિયા. એક તરફ કહેવામાં આવ્યું હતું કે ખેલો ઇંડિયા, જો ખેલેગા, વો જીતેગા. ઓલમ્પિક પદક વિજેતાઓ દ્વારા પોતાની સફળતાનો ઉત્સવ ઉજવતા ભારતના આ ખેલ નાયકોની છબીઓનું એક કોલાજ પણ સાઇડ પેનલ પર લગાવવમાં હતું, જે દેશના લાખો યુવાઓને રમતમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું હતું. બોક્સિંગ ગ્લોવ્ઝની એક જોડી, એક ફૂટબોલ, ક્રિકેટરનું હેલમેટ, ટેનિસનું એક રેકેટ પણ પ્રદર્શનમાં રાખવામાં આવ્યું હતું.

Share This Article