ખેલ મહાકુંભનો પમીએ સમાપન કાર્યક્રમ યોજાશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ : રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત ખેલમહાકુંભ-૨૦૧૮નો સમાપન સમારોહ તા.૫મી જાન્યુઆરી ૨૦૧૮ ભાવનગર ખાતે યોજાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાનાર આ સમારોહ લીલા ગ્રાઉન્ડ ખાતે સવારે ૮-૩૦ કલાકે યોજાશે. આ વેળાએ કેન્દ્રીય સડક પરિવહન રાજ્યમંત્રી મનસુખ માંડવિયા, શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે, રમતગમત રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ભાવનગર સ્પોર્ટસ સંકુલ ખાતે નિર્મિત મલ્ટીપર્પઝ સ્પોર્ટસ ઇન્ડોર હોલનું લોકાર્પણ તથા ૬૯મી સિનીયર નેશનલ બાસ્કેટ બોલ ચેમ્પિયનશીપનો શુભારંભ પણ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે કરાશે એમ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની યાદીમાં જણાવાયું છે.

Share This Article