નવી દિલ્હીઃ ત્રાસવાદીઓએ ફરી એકવાર સંસદ પર ભીષણ હુમલા કરવા માટેનું કાવતરુ તૈયાર કરી લીધું છે. આ વખતે બે ત્રાસવાદીઓ ખતરનાક ઇરાદા સાથે દિલ્હી તરફ વધી રહ્યા છે. ગુપ્તચર સંસ્થાઓ પાસે આવેલી માહિતી મુજબ સેન્ટ્રલ અને નવી દિલ્હી જિલ્લાઓમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
એવી બાતમી મળી છે કે, આ ત્રાસવાદીઓ ઉત્તરપ્રદેશના રજિસ્ટ્રેશનવાળી ગાડીમાં વિસ્ફોટકો સાથે પહોંચી રહ્યા છે. આ બે આતંકવાદીઓના નામ લખવિન્દરસિંહ અને પરમિન્દરસિંહ હોવાનું જાણવા મળ્યું છે. સરહદ પારથી એક સફેદ ઇનોવા યુપી-૨૬-એઆર-૨૪ કારથી આ લોકો પહોંચી રહ્યા છે. આ ત્રાસવાદીઓની વય ૪૦ની આસપાસની છે. આ બંને ત્રાસવાદી આઈઇડી બનાવવામાં નિષ્ણાત છે. આ ઇન્પુટ મળ્યા બાદ ખુબ ગંભીરતાપૂર્વક કાર્યવાહી કરવામાં આવી શકે છે. સુરક્ષા સંસ્થાઓ સાવધાન થઇ ગઇ છે. એજન્સી ઉપરાંત એક વણઓળખાયેલી વ્યક્તિએ પણ આ સંદર્ભમાં માહિતી આપી છે.
નવી દિલ્હીમાં એક અધિકારીએ કહ્યું છે કે, બાતમી મળી રહી છે. એલર્ટ એવા સમયે આવ્યો છે . જ્યારે સ્વતંત્રતા દિવસ આડે વધારે સમય રહ્યો નથી. એવું પણ જાણવા મળ્યું છે કે, કોઇપણ ચોરી કરવામાં આવેલા વાહન અથવા સરકારી વાહનનો ઉપયોગ કરવામાં આવી શકે છે. ખબરી દ્વારા જે બે શખ્સોની માહિતી આપવામાં આવી છે. આ નંબર ઉપર નજર રાખવામાં આવી રહી છે. જે બે આતંકવાદીઓના નામ આપવામાં આવ્યા છે તે બંને ત્રાસવાદી નવેમ્બર ૨૦૧૬માં નાબા જેલબ્રેક મામલામાં વોન્ટેડ રહેલા છે. જે લોકોના નામ સામે આવી રહ્યા છે તે લોકો ખાલિસ્તાન લિબ્રેશન ફોર્સ હરમિન્દરસિંહ મિન્ટુના નજીકના લોકો છે જેની એપ્રિલ મહિનામાં એટેક બાદ મૃત્યુ થઇ ગયું હતું.
પાકની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈનું સમર્થન આ લોકોને મળી રહ્યું છે. ખાલિસ્તાની ત્રાસવાદીઓ માત્ર ભારતમાં જ નહીં બલ્કે ઇટાલી, ઓસ્ટ્રેલિયા, યુકે અને જર્મનીમાં પણ છે. પંજાબ અને દેશના જુદા જુદા ભાગોમાં હુમલા કરવાની તેમની યોજના રહે છે.