ચરખા સંગ્રહાલય પ્રવેશ ટિકિટ પર સૂતરની માળા મફત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય ચરખા સંગ્રહાલયના દરેક પ્રવેશ પર ખાદીની એક સૂતરની માળા નિશુલ્ક આપવામાં આવી રહી છે. વીસ રુપિયાની પ્રવેશ ટિકિટ કલાકરોના પરિવારજનો સિવાય તિહાડ જેલના કેદીયોને સહાય કરશે, જેઓ સૂતરની માળા બનાવે છે.

ખાદી તથા ગ્રામોદ્યોગ કમિશનની યોજના છે કે આ ટિકિટોના વેચાણથી પ્રાપ્ત રકમ આર્થિક રીતે નબળા કારીગરોના પરિવારો માટે એક ટ્રસ્ટ બનાવવામાં આવે. આ રીતે પ્રાપ્ત રકમની વાત કરીએ તો ૨૧ મે, ૨૦૧૭થી ૩૧ જાન્યુઆરી, ૨૦૧૭ની વચ્ચે આ ટિકિટોના વેચાણથી ૨૦ લાખ રૂપિયા જેટલી રકમ પ્રાપ્ત થઇ છે.

રાષ્ટ્રીય ચરખા સંગ્રહાલયનું મે ૨૦૧૭માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સંગ્રહાલય ભારતીય ચરખાના મહાન વારસાની એક ઝાંખી સમાન છે., જે આત્મનિર્ભરતાના દર્શનનું પ્રતીક છે. એનડીએમસી અને કેવીઆઈસીએ સંયુક્ત રીતે એક ૨૬ ફૂટ લાંબા ચરખાની સ્થાપના કરી છે. આ ૧૩ ફૂટ ચો અને આશરે ૫ ટન વજન ધરાવે છે.

રાષ્ટ્રીય ચરખા સંગ્રહાલય એક સામાન્ય ઉપકરણથી લઇને રાષ્ટ્રવાદ, સ્વતંત્રતા આંદોલન અને સ્વદેશી કપડાના વણાટ દ્વારા નાગરિકોની સશક્તિકરણ સુધીની ચરખાની યાત્રા અને વિકાસને પ્રદર્શીત રકરે છે. સંગ્રહાલયમાં ૧૪ પ્રાચીન ચરખા પ્રદર્શીત કરવામાં આવ્યા છે અને કપાસના દોરાથી ખાદીના કપડાના નિર્માણ સુધીની યાત્રાને પ્રદર્શીત કરવામાં આવ્યું છે.

Share This Article