કેજીએફ-૨એ તમિલનાડુમાં નવો રેકોર્ડ બનાવ્યો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વિજય સ્ટારર ફિલ્મ બીસ્ટને પણ કેજીએફ-૨ એ પછાડી દીધી છે.

થિયેટરોમાં નવી ફિલ્મો રિલીઝ થઈ રહી છે, તેમ છતાં તેની કમાણી પર તેની કોઈ અસર થઈ હોય તેવું લાગતું નથી. તેણે વિશ્વભરમાં ૧૦૦૦ કરોડથી વધુ એકત્ર કર્યા છે. આ ફિલ્મે એક્ટર યશને ગ્લોબલ સ્ટાર બનાવ્યો છે. તેની ફિલ્મ કન્નડ, તમિલ, તેલુગુ, હિન્દી અને મલયાલમમાં રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મે ધાર્યા કરતાં વધુ કમાણી કરીને મોટી સફળતા મેળવી છે. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ છે.

આ સાથે એસએસ રાજામૌલીની ‘આરઆરઆર’, પ્રભાસની ‘બાહુબલી ૨’ અને આમિર ખાનની ‘દંગલ’ પછી આવે છે. KGF-૨ ૧૦૦૦ કરોડનો બિઝનેસ કરનારી ચોથી ભારતીય ફિલ્મ છે. કેજીએફ ૨ના હિન્દી વર્ઝને રિલીઝના ૧૪ દિવસમાં ૩૫૩ કરોડનું કલેક્શન કર્યું હતું. કોરોના મહામારી બાદ આ હિન્દી ફિલ્મ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. તેણે અજય દેવગનની ‘રનવે ૩૪’ અને ટાઈગર શ્રોફની ‘હીરોપંતી ૨’ જેવી ફિલ્મોને પણ પછાડી દીધી છે.

કેજીએફ ૨નો ક્રેઝ એવો હતો કે ફિલ્મે રિલીઝ પહેલા જ એડવાન્સ બુકિંગ દ્વારા ૬૦ કરોડનો બિઝનેસ કરી લીધો હતો. રિપોર્ટ્‌સનું માનીએ તો આ પહેલા બાહુબલી ૨એ રિલીઝ પહેલા ૫૮ કરોડનું કલેક્શન કર્યું હતું. કેજીએફ ૨ રિલીઝ થઈ ત્યારથી તેણે ઘણા રેકોર્ડ તોડીને પોતાના નામે કરી લીધા છે. તેનો ક્રેઝ આજે પણ લોકોમાં જાેવા મળી રહ્યો છે.સાઉથ સિનેમાના સ્ટાર એક્ટર યશ, બોલિવૂડ એક્ટર સંજય દત્ત અને રવિના ટંડન સ્ટારર ફિલ્મ ‘KGF ૨’ ૧૪ એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ત્યારથી આજ સુધીમાં ફિલ્મે વર્લ્‌ડ વાઈડ ૧૦૦૦ કરોડથી વધુનું કલેક્શન કર્યું છે.

તેણે બોક્સ ઓફિસના ઘણા રેકોર્ડ તોડ્યા છે. આવી સ્થિતિમાં હવે ફિલ્મે તમિલનાડુમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ફિલ્મ રાજ્યમાં ૧૦૦ કરોડ થી વધુ કલેક્શન કરનાર પ્રથમ કન્નડ ફિલ્મ બની છે. ફિલ્મને રિલીઝ થયાને ૨૦ દિવસ થઈ ગયા છે, પરંતુ તે હજુ પણ ઝડપી બિઝનેસ કરી રહી છે.

Share This Article