અમદાવાદ: ઘાટલોડિયાની કેલોરેક્સ ફ્યુચર સ્કૂલે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ધોરણ 10 બેચના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિને સન્માનિત કરવા માટે ‘પ્રતિબુદ્ધ એવોર્ડ’ સમારોહનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની સફળતાની ગર્વ અને ભાવનાત્મક ઉજવણી કરવામાં આવી હતી.
શાળાએ સતત પાંચમા વર્ષે 100 ટકા પરિણામ મેળ્યું, તમામ 119 વિદ્યાર્થીઓ CBSE બોર્ડ પરીક્ષામાં પાસ થયા હતા. આ સિદ્ધિ વિદ્યાર્થીઓ દ્વારા સખત મહેનત અને તેમના શિક્ષકો દ્વારા આપવામાં આવેલા શ્રેષ્ઠ માર્ગદર્શનને પ્રતિબિંબિત કરે છે.
સમરોહ દરમિયાન A1 ગ્રેડ (90% થી વધુ) મેળવનારા કુલ 20 તેજસ્વી વિદ્યાર્થીઓનું તેમના ઉત્તમ શૈક્ષણિક પ્રદર્શન માટે સન્માન કરવામાં આવ્યું હતું. વેદાંત દવે અને આદ્યા પૂજારાએ 97.66 % નો સૌથી વધુ સ્કોર મેળવ્યો હતો, જે શાળાનો એક નવો રેકોર્ડ હતો.
શાળાએ વિષય પ્રમાણે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું પણ સન્માન કર્યું. જેમાં આશ્વી ઠક્કરે અંગ્રેજીમાં સંપૂર્ણ 100 ગુણ પ્રાપ્ત કર્યા, જ્યારે વેદાંત દવે, ભાવિશ કુમાર અને કેદાર જોશીએ ઇન્ફર્મેશન ટેકનોલોજીમાં 100 ગુણ પ્રાપ્ત કર્યા હતા. જે તેમની વિષયલક્ષી નિપુણતા અને પ્રતિબદ્ધતાનો પુરાવો છે.
‘પ્રતિબુદ્ધ એવોર્ડ’ કેલોરેક્સ ફ્યુચર સ્કૂલમાં એક ગૌરવપૂર્ણ પરંપરા તરીકે ઉભરી આવ્યો છે, જે સંસ્થાના મુખ્ય મૂલ્યોને પ્રતિબિંબિત કરતા વિદ્યાર્થીઓનું સન્માન કરે છે. શાળા તમામ વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિ બદલ હૃદયપૂર્વક અભિનંદન આપે છે અને ભવિષ્યના તમામ પ્રયાસોમાં તેમને સતત સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવે છે.