KFS ઘાટલોડિયા દ્વારા 2024-25ના તેજસ્વી વિદ્યાર્થીઓને ‘પ્રતિબુદ્ધ એવોર્ડ’ એનાયત કરાયા

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદ: ઘાટલોડિયા સ્થિત કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ ખાતે શૈક્ષણિક વર્ષ 2024-2025 માટે પ્રી પ્રાયમરીથી ધોરણ ૯ સુધીના વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક સિદ્ધિઓને સન્માનિત કરવા માટે ‘પ્રતિબુદ્ધ એવોર્ડ’ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમારોહમાં શૈક્ષણિક અને સહ-અભ્યાસક્રમ પ્રવૃત્તિઓમાં 180 થી વધુ વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ સિદ્ધિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રદર્શનમાં તેમની શ્રેષ્ઠતા બદલ ‘પ્રતિબુદ્ધ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. દરેક ગ્રેડમાં પ્રથમ આવનારને ‘પ્રવીણ એવોર્ડ’ આપવામાં આવ્યો હતો, જ્યારે સતત ત્રણ વર્ષ સુધી શ્રેષ્ઠ અભ્યાસ કરનારને ‘અતિષય પ્રવીણ એવોર્ડ’ આપવામાં આવ્યો હતો. શિસ્ત અને નિયમિતતા સાથે સંપૂર્ણ હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને ‘નિત્યમ એવોર્ડ’ આપવામાં આવ્યો હતો, અને સતત ત્રણ વર્ષ સુધી 100% હાજરી જાળવી રાખનારને ‘ઉત્કૃષ્ટ નિત્યમ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ વર્ષે સહ-શૈક્ષણિક ક્ષેત્રોમાં સિદ્ધિઓ માટે એક નવી શ્રેણી શરૂ કરવામાં આવી હતી, જેમાં પ્રી-પ્રાયમરીથી ધોરણ 9 સુધી અભ્યાસ સિવાય અન્ય પ્રવૃત્તિઓમાં પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓને સન્માનિ કરાયા હતા, આ પ્રયાસ શાળા દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

આચાર્ય શ્રીમતી નિરાલી ડગલીએ વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિ બદલ મેડલ અને પ્રમાણપત્રોથી સન્માનિત કર્યા, અને વિદ્યાર્થીઓ અને વાલીઓને શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક ક્ષેત્રોમાં સંતુલિત વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે માત્ર અભ્યાસમાં જ નહીં પરંતુ સર્જનાત્મકતા, શિસ્ત અને અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં પણ ઉત્કૃષ્ટતા ધરાવતા સુશિક્ષિત વ્યક્તિઓને ઉછેરવાના મહત્વ પર ભાર મૂક્યો.

શાળા તેના વિદ્યાર્થીઓના સમર્પિત પ્રયાસોની પ્રશંસા કરે છે, અને શ્રેષ્ઠતા, પ્રામાણિકતા અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે કેલોરેક્સ ફ્યુચર સ્કૂલના વિઝનને પ્રતિબિંબિત કરે છે.

Share This Article