દક્ષિણ આફ્રિકાના કેવિન એંડરસને વિંબલડન ટેનિસ ગ્રાંડસ્લેમ ટુર્નામેન્ટમાં શુક્રવારે 6 કલાક અને 36 મિનીટ સુધી ચાલેલી સેમીફાઇનલમાં અમેરિકાના જ્હોન ઇસ્નરને હરાવીને ફાઇનલમાં પોતાના માટે જગ્યા બનાવી લીધી છે. વિંબલડનમાં રમાયેલ સોલો મેલ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીની સૌથી લાંબી સેમીફાઇનલ મેચ હતી.
છેલ્લો સેટ જ 3 કલાક સુધી ચાલ્યો હતો. બંને ખેલાડીઓએ એડીચોટીનુ જોર લગાવી દીધુ હતુ. તેમ છતાં જીત એંડરસનની જ થઇ હતી. તે સિવાય 97 વર્ષથી વિંબલડનમાં કોઇ દક્ષિણ આફ્રિકન પુરુષે જગ્યા નહોતી બનાવી. તે રોકોર્ડ પણ એંડરસને તોડ્યો છે. 97 વર્ષમાં પહેલો દક્ષિણ આફ્રિકન પ્લેયર બન્યો છે જે સોલો મેલ કેટેગરીમાં ફાઇનલમાં પહોંચ્યો હોય.
અમેરિકાના જ્હોન ઇસ્નર માટે આટલી લાંબી મેચ રમવી કોઇ મોટી વાત નથી. કારણકે, 2010માં ફ્રાંસના નિકોલસ વિરુદ્ધ 11 કલાક અને 5 મિનીટ સુધી રમાયેલી સૌથી લાંબી 3 દિવસીય મેચનો હિસ્સો રહી ચૂક્યા છે. તે સમયે જ્હોન ઇસ્નર જીતવામાં સફળ રહ્યા હતા. આ વખતે એંડરસન સામે તેમને હારનો સામનો કરવો પડ્યો છે.