લખનૌ: કેટરીના કેફ પાસે હાલમાં ત્રણ મોટી ફિલ્મ છે. આ પૈકી બે ફિલ્મ આ વર્ષે રજૂ કરવામાં આવનાર છે. જેમાં આમીર ખાન સાથેની ઠગ્સ ઓફ હિન્દુસ્તાન હવે આઠમી નવેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. જ્યારે શાહરૂખ ખાન સાથેની તેની ફિલ્મ જીરો ૨૧મી ડિસેમ્બરના દિવસે રજૂ કરાશે. ઉપરાંત સલમાન ખાન સાથેની તેની ફિલ્મ ભારત આગામી વર્ષે જુનમાં રજૂ કરવામાં આવનાર છે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન નામની ફિલ્મ પર કામ પૂર્ણ થવા આવ્યુ છે. કેટરીના કેફ પાસે અન્ય બે મોટી ફિલ્મો પણ હાથમાં છે. જેમાં આનંદ એલ રાયની શાહરૂખ ખાન અભિનિત ફિલ્મનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત રાજનીતિ-૨ ફિલ્મમાં પણ તે કામ કરનાર છે. મુળભૂત ફિલ્મમાં પણ તે જ હતી. જેમાં તેની સાથે રણબીર કપુર, અર્જુન રામપાલ, અજય દેવગન અને મનોજ વાજપેયીની ભૂમિકા હતી. ફિલ્મની ચારેબાજુ પ્રશંસા થઇ હતી. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન આમીર ખાન અને અમિતાભ બચ્ચન અભિનિત આ ફિલ્મ હોવાથી તમામ ચાહક વર્ગમાં આની ચર્ચા જાવા મળી રહી છે. મોટા બેનરની આ ફિલ્મને હાંસલ કરવા માટે તમામ ટોપની અભિનેત્રીઓ વચ્ચે સ્પર્ધા ચાલી રહી હતી.
આખરે કેટરીના કેફની પસંદગી કરવામાં આવી હતી. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન યશરાજ બેનરની ફિલ્મ હોવાના કારણે ફિલ્મમાં તમામ સારી બાબતોને ઉમેરી દેવામાં આવનાર છે. આલિયાને ફિલ્મમાં લેવાના મુદ્દે આમીર ખાન અને ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપડાની વચ્ચે ચર્ચા થઇ હતી. આમીરે ભારપૂર્વક કહ્યુ હતુ કે ફિલ્મમાં આલિયા ભટ્ટને જ લેવામાં આવે. જ્યારે આદિત્ય બેફિકરે ફિલ્મની અભિનેત્રી વાણી કપુરને ફિલ્મમાં લેવા માટેનો નિર્ણય કરી ચુક્યા હતા. જા કે છેલ્લે કેટરીના કેફની પસંદગી કરવામાં આવી હતી. ફિલ્મનો ચાહકો ઉત્સુકતાથી ઇન્તજાર કરી રહ્યા છે.