સુનીલ શેટ્ટી, વિવેક ઓબેરોય, આકાશા શર્મા અને સુરજ પંચોલી અભિનિત બહુપ્રતિક્ષિત ફિલ્મ કેસરી વીર: લેજેન્ડ્સ ઓફ સોમનાથનું ટ્રેલર રિલીઝ થયું છે, જે ભારતના સમૃદ્ધ ઈતિહાસના એક પ્રેરણાદાયક અધ્યાયને રજૂ કરે છે. પ્રિન્સ ધીમાનના નિર્દેશન હેઠળ બનેલું આ ટ્રેલર 14મી સદીમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરની રક્ષા માટે થયેલા યુદ્ધ, બલિદાન અને અજાણ વીરોનાં શૌર્યને દર્શાવે છે.
ટ્રેલરમાં સુનીલ શેટ્ટીને નિર્ભય યોદ્ધા વેગડાજી તરીકે દર્શાવવામાં આવ્યા છે, જે ધર્મની રક્ષા માટે લોહીથી સ્નાન કરેલી કુહાડી લઈને યુદ્ધભૂમિમાં દુશ્મનો સામે લડી રહ્યાં છે. તેમના સાથે, સુરજ પંચોલી વીર હમીરજી ગોહિલના પાત્રમાં મોટા પડદા પર દમદાર વાપસી કરી રહ્યાં છે. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર પોતાનો પહેલો પડકાર સ્વીકારતા સુરજ પંચોલી તેમના ઍક્શન દૃશ્યો, પ્રભાવશાળી સંવાદ પ્રસ્તૂતિ અને ભાવનાત્મક અભિનયથી પ્રભાવિત કરે છે.
વિવેક ઓબેરોયના અભિનયમાં ખલનાયક જફર ખાનનો પાત્ર પણ ટ્રેલરમાં ઝલકે છે, જે બળજબરી અને આતંક દ્વારા સ્થાનિક લોકોએ પોતાની સત્તા સ્થાપિત કરવા માગે છે.
ફિલ્મમાં નવી અભિનેત્રી આકાશા શર્માનો પણ પરિચય થાય છે, જે રાજલ નામની એક બહાદુર મહિલા યોદ્ધાની ભૂમિકા ભજવે છે. તે વેગડાજી અને વીર હમીરજી ગોહિલ સાથે મળીને મંદિરની રક્ષા માટેના આ પવિત્ર અભિયાનમાં સામેલ થાય છે. સાથે જ, સુરજ પંચોલીના પાત્ર સાથે તેમનો ભાવનાત્મક પ્રેમ સંબંધ પણ કથામાં ઊંડાણ લાવે છે.
કુલ મળીને, ટ્રેલર ધર્મ, જબરજસ્ત યુદ્ધ દૃશ્યો, ભાવનાત્મક ડ્રામા અને રોમાંસનું ઉત્તમ મિશ્રણ રજૂ કરે છે. આ ફિલ્મ એક મોટા બ્લોકબસ્ટર બનવાની તમામ સંભાવનાઓ ધરાવે છે અને દર્શકોને લાંબા સમય બાદ એક દમદાર ઐતિહાસિક ફિલ્મ જોવાનો ઉત્સાહ આપે છે.
સુનીલ શેટ્ટી, વિવેક ઓબેરોય, આકાશા શર્મા અને સુરજ પંચોલીની મુખ્ય ભૂમિકાઓથી સજ્જ આ ફિલ્મ પ્રિન્સ ધીમાનના નિર્દેશનમાં બની છે અને કનુભાઈ ચૌહાણ દ્વારા ચૌહાણ સ્ટુડિયોના બેનર હેઠળ નિર્મિત કરવામાં આવી છે. કેસરી વીરને પેનોરમા સ્ટુડિયો દ્વારા વિશ્વભરમાં 16 મે, 2025ના રોજ રિલીઝ કરવામાં આવશે અને તે એક રોમાંચક, ભાવનાત્મક અને ઐતિહાસિક અનુભવ આપવાનો વાયદો કરે છે.