કોચિ :અભૂતપૂર્વ પુર અને ભારે વરસાદ વચ્ચે સંઘર્ષ કરી રહેલા કેરળમાં પરિસ્થિતિમાં હવે આંશિક સુધારો થયો છે. શુક્રવાર અને શનિવારના દિવસે વરસાદની ગતિ ધીમી થયા બાદ બચાવ અને રાહત કામગીરી તીવ્ર કરી દેવામાં આવી છે. જળપ્રલયની સાથે સાથે નીચે મુજબ છે.
- શુક્રવાર અને શનિવારના દિવસે વરસાદમાં બ્રેક મુકાતા તમામ ૧૪ જિલ્લામાંથી રેડએલર્ટ પરત ખેંચી લેવાનો નિર્ણય
- ૯મી ઓગસ્ટ બાદ પ્રથમ વખત રેડએલર્ટ દૂર કરવાનો નિર્ણય
- વરસાદની ગતિ ઘટતા કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી રાહત કામગીરી તીવ્ર કરાઈ
- હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી તંત્ર સાબદુ છે
- કેરળમાં કુદરતી હોનારતમાં મોતનો આંકડો આઠમી ઓગસ્ટ બાદથી ૧૯૬ થયો
- મે મહિના બાદથી કેરળમાં વરસાદ અને પુરથી ૩૭૨ના મોત
- મોદીએ મુખ્યમંત્રી વિજયન અને કેન્દ્રિય મંત્રી સાથે બેઠક યોજ્યા બાદ ૫૦૦ કરોડની સહાયતની જાહેરાત કરી
- ૫૦૦ કરોડની સહાય પહેલા ૧૦૦ કરોડની સહાયની રાજનાથસિંહ દ્વારા પણ જાહેરાત કરાઈ હતી
- મુખ્યમંત્રી વિજયનના કહેવા મુજબ બે હજાર કરોડનું નુકસાન થયું છે
- ૧૦૦ વર્ષના સૌથી ભીષણ પુર તરીકે આને જાવામાં આવે છે.
- વડાપ્રધાન રાહત ફંડમાંથી મૃતકોના પરિવારને બે લાખ અને ઘાયલોને ૫૦ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરાઈ
- તમિલનાડુના આઈએએસ ઓફિસરો દ્વારા કેરળ પુર રાહત માટે એક દિવસનો પગાર અપાશે
- ઓરિસ્સા દ્વારા ૨૪૦ ફાયર સર્વિસ કર્મીઓ મોકલવામાં આવ્યા
- કેરળમાં બેન્ક દ્વારા અપાતી સેવા ઉપર ફી અને ચાર્જમાં છૂટછાટો અપાઈ
- કેરળમાં મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે
- એનડીઆરએફની કુલ ૫૮ ટીમો બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે
- પુરગ્રસ્ત ઓરિસ્સામાં હજુ સુધીનું સૌથી મોટુ ઓપરેશન હાથ ધરાયું
- કેરળમાં ૨૦૦૬ બાદથી એક રાજ્યમાં સૌથી વધુ સંખ્યામાં એનડીઆરએફની ટીમ ગોઠવવામાં આવી
- ૩૬ લોકો પુર અને ભારે વરસાદ બાદ લાપત્તા થયેલા છે
- ૭૦૦ જવાનો અને ખાસ એÂન્જનિયરિગની ટીમ પણ બચાવ કામગીરીમાં લાગેલી છે
- ૫૦ હજાર પરિવારના ૬૬૧૮૮૭ લાખ લોકો હજુ રાહત કેમ્પમાં છે
- ૩૪૬૬ રાહત કેમ્પ ઉભા કરવામાં આવ્યા છે
- જે વિસ્તારોમાં સૌથી વધારે અસર થઇ છે તેમાં ઇડુક્કી, મલપ્પુરમ, વાયનાડ જિલ્લાવો સમાવેશ થાય છે. આ તમામ જગ્યાએ હાલત ખરાબ છે
- રાજ્યમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. યુનિવર્સિટીની પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે.
- નોકાસેના, સેના, એનડીઆરએફ અને હવાઈ દળની ટુકડી પણ અસરગ્રસ્ત વિસ્તારમાં લાગેલી છે
- દક્ષિણ રેલવે અને કોચિ મેટ્રોને સેવા બંધ રાખવાની ફરજ પડી રહી છે
- કેરળમાં જુદી જુદી સરકારો દ્વારા પણ સહાયતાની જાહેરાત કરવામાં આવી
- ગુજરાત સરકાર દ્વારા ૧૦ કરોડ રૂપિયાની રાહતની જાહેરાત
- મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા ૨૦ કરોડની જાહેરાત
- ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ૧૫ કરોડની જાહેરાત
- ઝારખંડના મુખ્યમંત્રી રઘુવરદાસ દ્વારા પાંચ કરોડની સહાયતા
- ઓરિસ્સાના મુખ્યમંત્રી નલિન પટનાયક દ્વારા પાંચ કરોડની જાહેરાત
- દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા ૧૦ કરોડની સહાયતા
- બિહારના મુખ્યમંત્રી નીતિશ દ્વારા ૧૦ કરોડની સહાયતા
- કેરળના પુરગ્રસ્ત વિસ્તારોમાં Âસ્થતિ સામાન્ય બનાવવાના પ્રયાસ
- જુદા જુદા કેન્દ્રીય મંત્રાલયો તરફથી ત્રણ લાખ ફુડ પેકેટો, લાખો લીટર દૂધ, ૧૪ લાખ લીટર પીવાનું પાણી અને પાણી સાફ કરી શકાય તેવા ૧૫૦ કીટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. દરેક કીટની ક્ષમતા એક લાખ લીટર પાણીને શુદ્ધ કરવાની ક્ષમતા છે
- કોચી નૌસેના વિમાની પટ્ટીને આવતીકાલે સોમવારથી કોમર્શિયલ ફ્લાઇટો માટે ઉપલબ્ધ કરાવાશે
- તમામ મોબાઇલ ઓપરેટર દ્વારા કેરળમાં મફત એસએમએસ અને ડેટા સેવાની ઓફર કરાઈ
- ૧૦ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અને બે જિલ્લાઓમાં યલો એલર્ટની જાહેરાત