કેરળ : રાહત કેમ્પોમાં હવે રોગચાળાનો ભય

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read
The NDRF teams carrying out rescue and relief operations in flood-affected areas of Kerala on August 11, 2018.

કોચી: કેરળમાં વરસાદની ગતિ ધીમી પડી હોવા છતાં અનેક ખતરાઓ રહેલા છે. કેરળમાં જળપ્રલયના તાંડવ વચ્ચે બચાવ અને રાહત કામગીરી ઝડપી કરવામાં આવી છે પરંતુ રાહત કેમ્પોમાં રોકાયેલા લોકો ઉપર બિમારીઓનો ખતરો તોળાઈ રહ્યો છે. ૮મી ઓગસ્ટ બાદથી અવિરત વરસાદના પરિણામ સ્વરુપે પ્રદેશમાં એક સદીમાં સૌથી વિનાશકારી પુર આવ્યું છે. ૧૦ દિવસના ગાળામાં જ ૧૯૦થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. પુરના પરિણામ સ્વરુપે ભેખડો ધસી પડતા સૌથી વધુ લોકોના મોત થયા છે. સેના, એનડીઆરએફ સહિત સરકારી સંસ્થાઓ બચાવ અને રાહત કામગીરીમાં લાગેલા છે. હજારો રાહત કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોને રાખવામાં આવેલા છે. આવી પરિસ્થિતિમાં સુધારો થવામાં હજુ સમય લાગી શકે છે.  મુખ્યમંત્રી વિજયનનું કહેવું છે કે, રાહત સામગ્રીની કોઇપણ કમી દેખાઈ રહી નથી.

Share This Article