કોચી: કેરળની નન સાથે રેપના આરોપી જલંધરના બિશપ ફ્રેન્કો મુલક્કલની સાત કલાક સુધી આકરી પુછપરછ કરવામાં આવી ચુકી છે. કેરળ નન કેસમાં કેમેરા, માઇક્રો ફોનની દેખરેખ હેઠળ બિશપ ફ્રેન્કો મુલક્કલની સાત કલાક સુધી આકરી પુછપરછ કરવામાં આવી હતી. આ ગાળા દરમિયાન તેમને ૧૫૦થી વધુ પ્રશ્નો કરવામાં આવ્યા હતા. બીજી બાજુ ફ્રેન્કોને વેટિકને તેમના હોદ્દા ઉપરથી દૂર કરી દીધા છે. આ ફેંસલો ફ્રેન્કોની સામે રેપ મામલાની તપાસ શરૂ થયા બાદ ચારેબાજુ ટિકાટિપ્પણીનો દોર શરૂ થયા બાદ લેવામાં આવ્યો છે. બિશપ ફ્રેન્કો મુલક્કલને આજે પણ પોલીસ સમક્ષ ઉપસ્થિત કરવામાં આવ્યા હતા. બુધવારના દિવસે સાત કલાક સુધી પુછપરછ કરવામાં આવ્યા બાદ આજે ગુરુવારના દિવસે પણ પુછપરછ કરવામાં આવી હતી.
બીજી બાજુ વેટિકનમાંથી પોતાના હોદ્દાથી જવાબદારી મુક્ત કરવાની માંગ સ્વીકારી લેવામાં આવી છે. પોપ ફ્રાન્સિસને પત્ર લખીને થોડાક સમય માટે હોદ્દો છોડી દેવા માટે મંજુરી આપવા માટે કહેવામાં આવ્યું હતું. આની પાછળ કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પત્રમાં લખવામાં આવ્યું હતું કે, તેમની સામે કેટલાક આક્ષેપોના પરિણામ સ્વરુપે પોલીસ કેસ ઉપર તેઓ ધ્યાન આપનાર છે. આજ કારણસર પદ છોડવા ઇચ્છુક છે. બિશપ ફ્રેન્કો મુલક્કલ ૨૦૧૪થી લઇને ૨૦૧૬ વચ્ચેના ગાળામાં એક નનની સાથે બળાત્કાર અને શોષણના મામલામાં આરોપી તરીકે છે. આ પહેલા બિશપે એક સરક્યુલર જારી કરીને વહીવટી ફરજ બીજા પાદરીને સોંપી દેવા માટે કહ્યું હતું. બીજી બાજુ બિશપની ધરપકડની માંગ આજે સતત ૧૩માં દિવસે પણ જારી રહી હતી.
અનશન કરી રહેલી પીડિતાની એક બહેનની સ્થિતિ આજે વધારે વણસી ગઇ હતી જેથી તેને હોÂસ્પટલમાં દાખલ કરવી પડી હતી. ૨૫મી સપ્ટેમ્બરના દિવસે તેમની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. આજે સવારે પોતાની અંગત કારથી ૦.૫૫ વાગે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આગોતરા જામીન માટે મંગળવારના દિવસે કેરળ હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. કાનૂની નિષ્ણાતોનું કહેવું છે કે, ૨૫મી સપ્ટેમ્બર પહેલા તેમની ધરપકડ શક્ય રહેશે નહીં. તે દિવસે આગોતરા જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. તેમની ધરપકડમાં કોઇપણ કાયદાકીય અડચણ દેખાઈ રહી નથી. તેમની ધરપકડની માંગ દિન પ્રતિદિન ગંભીર બની રહી છે જેથી કોઇપણ સમયે તેમની ધરપકડ કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં હાલમાં કેરળમાં આ મામલાને લઇને ભારે ખળભળાટ મચેલો છે.