નવી દિલ્હી : ભારે વરસાદના કારણે કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આસામ, ઓરિસ્સા અને ભારતના પૂર્વીય ભાગોમાં હાલત કફોડી બનેલી છે. આ તમામ રાજ્યોમાં ભારે પુરના કારણે સ્થિતી ગંભીર બનેલી છે. લાખોની સંખ્યામાં લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડી લેવામાં આવ્યા છે. અસરગ્રસ્ત રાજ્યોમાં પુર પ્રભાવિત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે. મોટી સંખ્યામાં લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કેરળમાં પુરની સ્થિતી વધુને વધુ ગંભીર બની રહી છે. એકલા કેરળમાં જ ઓછામાં ઓછા ૧૪ લોકોના મોત થઇ ચુક્યા છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ છે. અહીં ૧૨ હજારથી પણ વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલુ છે.
પરિવહન સેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં ઠપ્પ થઇ ચુકી છે. મહારાષ્ટ્રમાં ૨૭ લોકોના મોત થઇ ચુક્યા છે. હાલત કફોડી છે. અહીં પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો લાગેલી છે. કર્ણાટકમાં વધુ નવ લોકોના મોત થયા છે. ૪૪૦૦૦ લોકો વિસ્થાપિત બની ચુક્યા છે. મધ્યપ્રદેશ, ગોવા, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા આને આસામમાં પણ ભારે વરસાદ થઇ રહ્યો છે. કેરળમાં અતિ ભારે વરસાદ બાદ રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. કોચી એરપોર્ટ ખાતે તમામ વિમાની સેવા બંધ કરી દેવામાં આવી છે. રવિવાર સુધી કોચી એરપોર્ટ પર ઓપરેશનને બંધ કરી દેવામાં આવી છે. એરપોર્ટ પર રનવે એરિયામાં પાણી ભરાઇ ગયા છે. કેરળમાં વર્ષ ૨૦૧૮માં પણ ભારે વરસાદ થયો હતો. વર્ષ ૨૦૧૮માં ૪૧૭ લોકોના મોત થયા હતા. તમામ પુરગ્રસ્ત રાજ્યોમાં મુખ્યપ્રધાન હવાઇ સર્વેક્ષણ કરીને માહિતી મેળવી રહ્યા છે. મુંબઇથી પ્રાપ્ત હેવાલ મુજબ પુણે ડિવિઝનના પાંચ જિલ્લાઓમાં હજુ સુધી ૨.૦૫ લાખ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બીજી બાજુ સાંગલીમાં બોટ ઉંધી વળી જતા નવ લોકોના મોત થયા છે. આની સાથે જ મોતનો આંકડો વધીને ૨૭ ઉપર પહોંચી ગયો છે. કોલ્હાપુર અને સાંગલીમાં બચાવ અને રાહત ટુકડીઓની સાથે સાથે એનડીઆરએફની ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે. જો જરૂર પડશે તો બચાવ ઓપરેશન માટે હેલિકોપ્ટરની મદદ પણ લેવામાં આવશે.
સાંગલી નૌકા દુર્ઘટના બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે માર્યા ગયેલા લોકોના પરિવારના સભ્યોને પાંચ-પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આવી જ રીતે કેરળમાં પણ હાલત કફોડી બનેલી છે. પ્રોફેશનલ કોલેજો અને આંગણવાડી સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે કેરળના અનેક વિસ્તારોમાં રજા જાહેર કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં હાલત કફોડી બનેલી છે. બચાવ અને રાહત કામગીરીમાં વિવિધ ટુકડીઓ તૈનાત છે. પશ્ચિમી મહારાષ્ટ્રમાં અભૂતપૂર્વ પુરની સ્થિતિ વચ્ચે કર્ણાટક સરકાર દ્વારા અલમાટી બંધમાંથી પાંચ લાખ ક્યુસેક પાણી છોડવાની તૈયારી બતાવી છે. આનાથી કોલ્હાપુર અને સાંગલી જિલ્લામાં અસરગ્રસ્ત લોકોને મદદ થશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ દ્વારા આજે તેમના કર્ણાટકના તેમના સમકક્ષ યેદીયુરપ્પા સાથે વાતચીત કરવામાં આવી હતી. જેમાં કર્ણાટકમાં અલમાટી બંધથી પાંચ લાખ ક્યુસેક પાણી છોડવા સહમતિ થઇ હતી. કેરળમાં ભારે વરસાદના લીધે ઇડ્ડુકી જિલ્લામાં પુરની સ્થિતિ રહેલી છે. કર્ણાટકમાં પણ આવી જ હાલત બનેલી છે. ફડનવીસે કોલ્હાપુર, સાંગલી અને સતારામાં પુરગ્રસ્ત વિસ્તારની સમીક્ષા કરવા હવાઈ સર્વે કર્યું હતું. કેરળમાં પુરની હાલત ખરાબ ગંભીર છે. કેરળમાં પુરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. કેરળમાં આઠ લોકોના મોત થયા છે. ૨૨૦૦૦ લોકોના મોત થયા છે. ૩૧૫ રાહત કેમ્પોમાં ૨૨૦૦૦ લોકોને ખસેડી લેવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન વિજયન દ્વારા આર્મીની મદદ લેવામાં આવી રહી છે. રાહત અને બચાવ કામગીરી માટે વધારાની એનડીઆરએફની ટીમ આપવાની માંગ કરવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી પોતે પણ પોતાના મતવિસ્તારમાં લોકોની મદદ માટે પહોંચી છે.
વાયનાડમાં મેપપ્ડીમાં ભેખડ ધસી પડવાની ઘટના બની છે. જેથી ૨૦૦૦ લોકોને સુરક્ષિત ખસેડી લેવામાં આવ્યા છે. હવામાન વિભાગે ૧૪મી ઓગષ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં એનડીઆરએફની ટીમો બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે. એનડીઆરએફની ઓછામાં ઓછી ૩૨ ટીમો ગોઠવવામાં આવી છે. એનડીઆરએફની ટીમો મુંબઇ, થાણે, પાલઘર, નાસિક, રાયગઢ, કોલ્હાપુર, સતારામાં પણ ગોઠવવામાં આવી છે. સાંગલીમાં પણ હાલત કફોડી બનેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જુદા જુદા રાજ્યોમાં પુરની સ્થિતી પર નજર રાખી રહ્યા છે. મહારાષ્ટ્રના કોલ્હાપુર અને સાંગલીમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયેલુ છે. સ્થિતીમાં હાલમાં તરત સુધારાના કોઇ સંકેત દેખાતા નથી.