કોચી : કેરળમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા (એનઆઇએ)ને મોટી સફળતા હાથ લાગી છે. એનઆઇએની ટીમે એક કુખ્યાત ત્રાસવાદીની ધરપકડ કરી લીધી છે. આ શખ્સ શ્રીલંકાની જેમ જ સિરિયિલ બોંબ બ્લાસ્ટ કરવાની યોજના ધરાવતો હતો. આની સાથે જ મોટી ઘાત ટળી ગઇ છે. સોમવારના દિવસે એનઆઇએની ટીમે કાસરગોડ વિસ્તારમાંથી રિયાઝ અબુ બકર નામના ત્રાસવાદીની ધરપકડ કરી છે. જાણવા મળ્યુ છે કે કેટલીક નવી વિગત સપાટી પર આવી શકે છે.આ પહેલા કેરળના કાસરગોડ અને પલક્કડમાં એનઆઇની ટીમ દ્વારા વ્યાપક તપાસ કરી હતી. જેમાં ત્રણને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. યુવાનોને કાસરગોડ જિલ્લામાંથી પકડી લેવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં અગાઉ પણ કેટલાક કટ્ટરપંથીઓની ધરપકડ કરવામાં આવી ચુકી છે. આ વિસ્તારમાંથી અનેક યુવાનો આતંકવાદી સંગઠન આઈએસથી પ્રભાવિત થઇને આ સંગઠનમાં સામેલ થયા હતા.
આઈએસમાં સામેલ થવા માટે આતંકવાદીઓ અફઘાનિસ્તાનમાં જતા રહ્યા હતા જે ત્રણ યુવાનોને પકડી લેવામાં આવ્યા છે તેમના સીધા સંબંધ શ્રીલંકા બ્લાસ્ટના મુખ્ય કાવતરાખોર સાથે હોવાનું જાણવા મળી રહ્યું છે. એનઆઈએના હેડક્વાર્ટરમાં તેમની પુછપરછ કરવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે, ૨૧મી એપ્રિલના દિવસે ઇસ્ટર પર્વ પર ૨૦ મિનિટની અંદર ત્રણ ચર્ચ અને ત્રણ લકઝરી હોટલો ઉપર હુમલા કરાયા હતા. જેમાં ૩૨૫થી પણ વધુ લોકોના મોત થઇ ગયા હતા.
૫૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. જે બ્લાસ્ટ કરાયા હતા તે પૈકી ચર્ચ અને હોટલોમાં હતા. આ બ્લાસ્ટમાં બ્રિટિશ, યુએસ, ઓસ્ટ્રેલિયા, તુર્કિસ, ભારતીય, ડેનિસ, ડચ અને પોર્ટુગલના નાગરિકોના માત થયા હતા. માર્યા ગયેલાઓમાં ૪૫ બાળકો પણ હતા. શ્રીલંકામાં રવિવારના દિવસે ઇસ્ટર પર્વ પર એક પછી એક આઠ પ્રચંડ બોમ્બ ધડાકા થયા હતા. જેના કારણે સમગ્ર શ્રીલંકા હચમચી ઉઠ્યું હતું. હુમલાખોરોએ ચર્ચ અને હોટલોને ટાર્ગેટ બનાવીને આ વિનાશક હુમલા કર્યા હતા. બોમ્બ બ્લાસ્ટથી સમગ્ર શ્રીલંકા હચમચી ઉઠ્યું હતું. હજુ સુધી મોતનો આંકડો વધીને ૩૨૫ ઉપર પહોંચ્યો હતો.