કોચી: કેરળમાં વિનાશકારી પુર બાદ સ્થિતીમાં સુધારો ધીમી ગતિથી થઇ રહ્યો છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. પુરગ્રસ્ત મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરે પરત ફરી રહ્યા છે પરંતુ રાજ્યમાં હજુ પણ જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલું છે. બીજી બાજુ કેન્દ્ર સરકારે ખાતરી આપતા કહ્યું છે કે, પુરગ્રસ્ત કેરળને ૬૦૦ કરોડ રૂપિયા એડવાન્સ સહાય તરીકે અપાયા છે. હજુ વધુ ફંડ આપવામાં આવશે. ૩૨૭૪ રાહત કેમ્પો હજુ પણ સક્રિય રહેલા છે. કેરળમાં જીડીપી ગ્રોથમાં એક ટકાથી પણ વધુનો ઘટાડો થઇ શકે છે. કેરળ પુરની સાથે સાથે નીચે મુજબ છે.
- પુનઃવસવાટ ઉપર કેરળ સરકાર દ્વારા સંપૂર્ણધ્યાન કેન્દ્રિત કરાયું
- અસરગ્રસ્ત વિસ્તારમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે જારી
- કેરળ પુરમાં ૩૮૭ લોકોના મોત થઇ ચુક્યા છે અને ઘણા લોકો લાપત્તા છે
- વિદેશી સહાયને લઇને જારદાર વિવાદ છેડાયો છે
- વધુ સહાયતા આપવાની કેન્દ્ર સરકાર દ્વારા ખાતરી અપાઈ
- કેરળના ઉમેદવારોને આરબીઆઈ પરીક્ષા માટે વધુ તક આપવાનો નિર્ણય
- પુરના કારણે કેરળ જીડીપી ગ્રોથ એક ટકા સુધી ઘટી શકે છે
- જીએસટી ઉપર ૧૦ ટકા સેસ લાગૂ કરવાની વિચારણા
- ઇન્સ્યોરન્સ ક્લેઇમનો આંકડો ૧૦૦૦ કરોડ સુધી પહોંચી શકે છે
- સબરીમાલા મંદિરમાં ન જવા માટે અયપ્પા શ્રદ્ધાળુઓને સૂચના અપાઈ
- કેન્દ્ર સરકાર પાસેથી ૨૬૦૦ કરોડના ખાસ પેકેજની માંગ કરાઈ
- કેરળ માટે કસ્ટમ ડ્યુટી અને અન્યોમાં રાહત આપવા નાણામંત્રાલયની તૈયારી
- ૨૦૦૦૦ કરોડનું નુકસાન થયું હોવાનો મુખ્યમંત્રી દ્વારા દાવો કરાયો
- ઓપરેશન મદદ નામથી સહાયતા જારી
- સેનાની ટીમ પુરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી
- પંજાબ દ્વારા ૧૦ કરોડની સહાયતાની જાહેરાત