કેરળ પુર :પરિસ્થિતિમાં આંશિક સુધારો થતાં રાહત કાર્ય તીવ્ર

KhabarPatri News
By KhabarPatri News 6 Min Read

કોચી :અભૂતપૂર્વ પુર અને ભારે વરસાદ વચ્ચે સંઘર્ષ કરી રહેલા કેરળમાં પરિસ્થિતિમાં હવે આંશિક સુધારો થયો છે. શુક્રવાર અને શનિવારના દિવસે વરસાદની ગતિ ધીમી થયા બાદ બચાવ અને રાહત કામગીરી તીવ્ર કરી દેવામાં આવી છે. સરકારે પ્રદેશના તમામ ૧૪ જિલ્લામાંથી રેડએલર્ટ દૂર કરી દેવામાં આવ્યું છે. ૯મી ઓગસ્ટ બાદ પ્રથમ વખત રેડએલર્ટને દૂર કરવાનો નિર્ણય કરાયો છે. રાહત કામગીરી ઝપડી કરવામાં આવી છે. બીજી બાજુ અભૂતપૂર્વ પુર અને જળપ્રલય વચ્ચે મોતનો આંકડો વધીને ૩૭૨ સુધી પહોંચી ગયો છે. આજે વધુ બે લોકોના મોત થઇ ગયા હતા. ઇર્નાકુલમ, ત્રિસુર અને અલપ્પુઝામાં સૌથી વધુ અસર થઇ છે. અલુઆ, ચાલકુડી, ચેનગન્નુર, પથનમથિટ્ટામાં સૌથી વધુ કફોડી હાલત થઇ છે. હાલમાં રાહત કેમ્પમાં રહેતા લોકોની સંખ્યા ૬,૬૧,૮૮૭ છે જે ૩,૪૬૬ રાહત કેમ્પમાં છે. ૯મી ઓગસ્ટ બાદથી મોતનો આંકડો ૧૯૬ સુધી પહોંચી ગયો છે.

પુરની વિકટ પરિસ્થિતિવચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે કેરળ પહોંચીને ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી અને પુરની પરિસ્થિતિ અંગે પુરતી માહિતી મેળવી હતી. પુરગ્રસ્ત કેરળ માટે મોદીએ ૫૦૦ કરોડની સહાયની જાહેરાત કરી હતી. પ્રદેશના પ્રવાસે પહોંચેલા મોદીએ ૫૦૦ કરોડની સહાયતાની જાહેરાત કરી ત્યારે કેરળના મુખ્યમંત્રી પી.વિજયને ૨૦૦૦ કરોડ રૂપિયાના નુકસાનની વાત કરી હતી. ૫૦૦ કરોડ પહેલા ૧૦૦ કરોડની સહાયતા ગૃહ મંત્રી રાજનાથસિંહ દ્વારા કરવામાં આવી ચુકી છે. આની સાથે જ કેન્દ્ર તરફથી હજુ સુધી ૬૦૦ કરોડ રૂપિયાની સહાયતા આપવામાં આવી ચુકી છે.

આ ઉપરાંત વડાપ્રધાન રાહત ફંડમાંથી મૃતકોના પરિવારને બે બે લાખ તથા ઘાયલોના પરિવારને ૫૦ હજાર રૂપિયા આપવાની વાત કરી છે.  મુખ્યમંત્રીએ કહ્યું છે કે બે હજાર કરોડની માંગની સામે ૫૦૦ કરોડની મદદ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું છે કે ૧૯,૫૧૨ કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચુક્યું છે. કેરળમાં આઠમી ઓગસ્ટ બાદથી ૧૯૯ લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે મે મહિના બાદથી મોતનો આંકડો ૩૭૨ ઉપર પહોંચી ચુક્યો છે.  બચાવ અને રાહત કામગીરમાં લાગેલા સેનાના એક અધિકારી બ્રિગેડિયર અરૂણે કહ્યુ હતુ કે ૭૦૦ જવાનો અને ખાસ એન્જીનયરીંગની ટીમ પણ બચાવ કામગીરીમાં લાગેલી છે.  વડાપ્રધાન મોદીએ તમામ માહિતી એકત્રિત કરી હતી. છેલ્લા કેટલાક દિવસથી જારી વિનાશકારી પુરના કહેરના કારણે પરિસ્થિતિ દિન પ્રતિદિન વધુને વધુ ચિંતાજનક અને વિકરાળ બની રહી છે.

મુખ્યમંત્રી પિનારાઈ વિજયનને કહ્યું છે કે ચાર જિલ્લાઓમાં પુરની પરિસ્થિતિ સર્જાયેલી છે. જે ચાર જિલ્લાઓમાં હાલત કફોડી બની છે તેમાં અલાપ્પુજા, એર્નાકુલમ, પઠાનમિત્થા અને ત્રિસૂરનો સમાવેશ થાય છે. અહીં પંપા, પેરિયાર અને ચાલાકુડી નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તર પર પહોંચી ગઈ છે. આ નદીઓના કારણે જળપ્રકોપની Âસ્થતિ સર્જાઈ છે. રાજ્યમાં ૮મી ઓગસ્ટથી હાલત કફોડી બનેલી છે. આઠ હજાર કરોડનું નુકસાન થયું છે. રાજ્યની સંસ્થાઓની સાથે સાથે આર્મી, નેવી અને આર્મીના જવાનો બચાવ અને રાહત કામગીરીમાં લાગેલા છે. એનડીઆરએફની ટીમો પણ સહાયમાં લાગેલી છે. કોચી એરપોર્ટને ૨૬મી ઓગષ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કેરળના અનેક જિલ્લા અસરગ્રસ્ત થયા છે. જે પૈકી ૧૪ જિલ્લામાં સૌથી વધારે અસર થઇ છે. ૧૯૨૪બાદથી હજુ સુધી સૌથી વિનાશકારી પુર તરીકે આને ગણવામાં આવે છે. કેરળમાં ભારે વરસાદના લીધે ભારે તબાઈ થઇ છે.  પેરિયાર નદીમાં રૌદ્ધ સ્વરૂપની Âસ્થતી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાહાકાર મચી ગયો છે. જે વિસ્તારોમાં સૌથી વધારે અસર થઇ છે તેમાં ઇડુક્કી, મલપ્પુરમ, વાયનાડ જિલ્લાવો સમાવેશ થાય છે.  મુખ્યમંત્રી પિનારાય વિજયને કહ્યું છે કે, આર્મી, નેવી, કોસ્ટ ગાર્ડ અને એનડીઆરએફની મદદ અસરગ્રસ્ત વિસ્તારોમાં લેવામાં આવી છે. એનડીઆરએફની જુદી જુદી ટીમો સક્રિય છે.   ભારે વરસાદના પરિણામ સ્વરુપે કોઝીકોડ અને વાલાયર વચ્ચે રેલવે ટ્રેકને પણ ભારે નુકસાન થયું છે. આ રુટ ઉપર રેલવે સેવા રોકી દેવામાં આવી છે. કોઝીકોડ અને વાયનાડ જિલ્લામાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાલત કફોડી બનેલી છે. એનડીઆરએફની એક ટીમ કોઝીકોડે પહોંચી ચુકી છે.

કેન્દ્રમાંથી ઉત્તર કેરળ માટે બે ટીમોને મોકલવામાં આવી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે ઇડુક્કી, કોલ્લામ અને અન્ય કેટલાક જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.દરમિયાન હવામાન વિભાગે રેડ એલર્ટની જાહેરાત કરી છે. બચાવ અને રાહત કામગીરીમાં સેના મદદ કરી રહી છે. રાજ્યમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. યુનિવર્સિટીની પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે.  વરસાદ અને પુરના કારણે મોતનો આંકડો વધીને ૧૦૦થી ઉપર પહોંચી ગયો છે. નુકસાનનો આંકડો તો અભૂતપૂર્વ છે.કોચિ મેટ્રો બંધ રાખવામાં આવી છે. તમામ અસરગ્રસ્ત વિસ્તારોમા બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે .

નોકાસેના, સેના, એનડીઆરએફ અને હવાઈ દળની ટુકડી પણ અસરગ્રસ્ત વિસ્તારમાં લાગેલી છે. પુરના કારણે સૌથી વધુ કોઝીકોડ, ઇડુક્કી, કન્નુર અને વાયનાડમાં અસર થઇ છે. ઇડુક્કી અને ઇદમલયાર જળાશયોમાં પાણીની સપાટી હજુ ઘટી રહી નથી. ઇડુક્કીના જિલ્લા વહીવટીતંત્રએ પ્રવાસીઓને પહાડી વિસ્તારોમાં ન જવા માટે સૂચના આપી છે. સાથે સાથે ભારે વાહનોની અવરજવર ઉપર પણ બ્રેક મુકી દીધી છે. પુરના કારણે કેરળના મોટા ભાગના વિસ્તારોમાં પરિવહન સેવા ઠપ છે. દક્ષિણ રેલવે અને કોચિ મેટ્રોને સેવા બંધ રાખવાની ફરજ પડી રહી છે. પેરિયાર નદીમાં પુરનુ પાણી વધી જવાના કારણે તમામ મોટા બંધમાં દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. કોચિ શહેરમાં તમામ સેવા ઠપ થઇ ગઇ છે. કોચિ મેટ્રો દ્વારા મટ્ટમ યાર્ડમાં પાણી ભરાઇ જવાના કારણે આજે સવારે ઓપરેશન સ્થગિત કરી દેવામાં આવ્યુ હતુ. કેરળમાં હાલમાં સુધારો થવાની કોઇ શક્યતા દેખાઇ રહી નથી.

કેરળમાં હાલમાં પરિસ્થિતિમાં સુધારો થાય તેવી કોઇ શક્યતા દેખાતી નથી. ૮૦ બંધને ખોલી દેવામાં આવ્યા છે. મે મહિના બાદથી હજુ સુધી ૩૨૪ લોકોના મોત થઇ ગયા છે. કુલ આઠ હજાર કરોડનુ નુકસાન થયુ છે. છેલ્લા કેટલાક દિવસથી જારી વિનાશકારી પુરના કહેરના કારણે પરિસ્થિતિ દિન પ્રતિદિન વધુને વધુ ચિંતાજનક અને વિકરાળ બની રહ છે. મોતનો આંકડો ઝડપથી વધીને ૧૭૦થી ઉપર પહોંચી ગયો છે.

Share This Article