કેરળ પુર : સાફસફાઈ અને રાહતના કાર્યો ઝડપથી જારી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read
The NDRF teams carrying out rescue and relief operations in flood-affected areas of Kerala on August 11, 2018.

કોચી: કેરળમાં વિનાસકારી પુર બાદ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હજુ પણ ચાલી રહી છે. તબાહીનો શિકાર થયેલા કેરળને કેન્દ્રની પુરતી સહાયતા પહોંચવામાં હજુ પણ સમય લાગી શકે છે. અધિકારીઓનું કહેવું છે કે, નુકસાનનું મૂલ્યાંકન કરવામાં સમય લાગી રહ્યો છે. આના પરિણામ સ્વરુપે મોદી સરકાર તરફથી આપવામાં આવેલા પેકેજના પૂર્ણ ફંડને મળવામાં મહિનાઓનો સમય લાગી શકે છે. શરૂઆતી ફંડ રિલીઝ કરવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકાર તરફથી રકમ જારી કરવાને લઇને કેટલાક નિયમો છે. આને પાળીને રાહતની રકમ જારી કરવામાં આવે છે.

ગૃહમંત્રાલયના એક અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, આવી પરિÂસ્થતિમાં માર્ગદર્શિકાને પાળીને પેકેજ જારી કરવામાં આવે છે. છેલ્લી એક સદીમાં સૌથી ભીષણ પુરની સ્થિતિનો સામનો કરી રહેલા કેરળ માટે કેન્દ્ર સરકાર તરફથી ૬૦૦ કરોડની રકમ હજુ સુધી જાહેર કરવામાં આવી ચુકી છે. ૮મી ઓગસ્ટ બાદથી કેરળમાં અભૂતપૂર્વ નુકસાન થઇ ચુક્યું છે. નિયમ મુજબ હોનારત રાહત ફંડમાં કેન્દ્ર સરકારની હિસ્સેદારી ૭૫ ટકા હોય છે. સામાન્ય કેટેગરીના રાજ્યો માટે આ આંકડો હોય છે જ્યારે વિશેષ રાજ્યો માટે ૯૦ ટકા સહાયતા કેન્દ્ર સરકાર તરફથી મળે છે. મોટા પ્રમાણમાં આગળ વધવા માટે સરકાર ફંડ પહેલા પણ જારી કરી શકે છે.

બચાવ અને રાહત કામગીરી કેરળના પુરગ્રસ્ત વિસ્તારોમાં હજુ પણ ચાલી રહી છે. રાહત કેમ્પોમાં રહેતા લોકોની સંખ્યા ૧૦ લાખથી ઉપર નોંધાયેલી છે. રોગચાળાનો ખતરો હજુ તોળાઈ રહ્યો છે. સાફ સફાઈને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. ઓપરેશન સફાઈ હેઠળ લાખો ઘરો અને આવાસોમાં સાફસફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયનનું કહેવું છે કે, ૬૦૦૦૦થી વધારે આવાસને નુકસાન થયું છે. ૬૦૦૦૦થી વધુ આવાસોમાં સાફસફાઈની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી ચુકી છે. પુરગ્રસ્ત કેરળમાં ૮.૬૯ લાખથી વધારે લોકો હજુ રાહત કેમ્પમાં છે. એરફોર્સના ૨૨ હેલિકોપ્ટર, નેવીની ૪૦ નૌકાઓ, કોસ્ટગાર્ડની ૩૫ હોડીઓ, બીએસએફની ચાર કંપનીઓ બચાવ અને રાહત કામગીરીમાં હજુ પણ લાગેલી છે.

એનડીઆરએફની ૫૮ ટીમો લાગેલી છે. સેંકડો લોકો રાહત કેમ્પમાંથી પોતાના આવાસ ઉપર પરત ફરી રહ્યા છે છતાં હજુ ૨૭૮૭ રાહત છાવણીમાં ૮.૬૯ લાખ લોકો રહેલા છે. આઠમી ઓગસ્ટથી ૨૯૩ના મોત થઈ ચુક્યા છે. જ્યારે ૨૯મી મે બાદથી મોતનો આંકડો ૪૧૭ સુધી પહોંચ્યો છે. કેરળમાં સદીના સૌથી વિનાશકારી પુર તરીકે આને જાવામાં આવે છે. પુરના કારણે શરૂઆતી નુકસાન મુજબ આંકડો ૨૦ હજાર કરોડ સુધી દર્શાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારની વાર્ષિક યોજના સાથે સુચિત બજેટનો આંકડો ૨૯૧૫૦ કરોડનો રહ્યો છે. તેમાં કેન્દ્ર દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રોજેક્ટ પણ સામેલ છે. આ વર્ષે રાજ્યના બજેટનો આંકડો ૩૭૨૭૩ કરોડ સુધી રહી શકે છે. મોતનો આંકડો મે બાદથી ૪૧૭ સુધી પહોંચી ગયો છે. માર્ગ નેટવર્કને થયેલા નુકસાનનો આંકડો શરૂઆતી રીતે ૪૫૦૦ કરોડનો છે. જ્યારે પાવર સેકટરમાં થયેલા નુકસાનનો આંકડો ૭૫૦ કરોડ અને જળ વિભાગને થયેલા નુકસાનનો આંકડો ૯૦૦ કરોડનો છે.

Share This Article