લોસએન્જલસ : રિયાલિટી સ્ટાર અને મોડલ કેન્ડલ જેનરે હવે મીડિયા આઉટલેટ્સ અને પપરાજીની તેના ઘરના લોકેશનને જાહેર કરવાને લઇને જારદાર ટિકા કરી છે. તેનુ કહેવુ છે કે આના કારણે તેના પર ખતરો વધી શકે છે. જેનરે કહ્યુ છે કે ટીએમઝેડના સમાચાર કવરેજના કારણે ૩૭ વર્ષીય સ્ટોકર (યુવતિઓનો પીછો કરનાર) જાન ફોર્ડ તેના ઘરની નજીક સુધી પહોંચી ગયો હતો. જા કે તેના ઘરની નજીકથી તેની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તે ગેટેડ કોમ્યુનિટીમાં ગેરકાયદે રીતે ઘુસીને જેનરના પુલ સુધી પહોંચી ગયો હતો. જા કે તેની અટકાયત કરવામાં આવ્યા બાદ તેની મેડિકલ ચકાસણી કરવામાં આવી હતી.
ચકાસણીમાં તેને માનસિક રીતે બિમાર જાહેર કરવામાં આવ્યો હતો. જા કે તેને બીજી વખત મંજુરી વિના પ્રવેશ અને આદેશની અવગણના કરવાના મામલે તેની ધરપકડ કરવામાં આવી હતી. હોલિવુડ રિપોર્ટર ડોટ કોમના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જેનિફરે ત્યારબાદ પ્રકાશન પર હુમલો કર્યો હતો. મિડિયા પર પ્રહારો કરતા જેનરે જાણીતા લોકોની અગંતના અધિકારોનો ભંગ કરવાનો આરોપ મુક્યો હતો. અભિનેત્રી કેન્ડલ જેનરે પપરાજીની ટિકા કરી હતી.
કેન્ડલ જેનર હાલમાં દુનિયાની સૌથી વધારે કમાણી કરનાર સ્ટાર અને સેલિબ્રિટી તરીકે છે. તેની લોકપ્રિયતા સમગ્ર વિશ્વમાં છે. ટોપ સેલિબ્રિટીની યાદી તૈયાર કરવામાં આવે તો તે પણ તેમાં સ્થાન મેળવી જાય છે. આટલી નાની વયમાં જે સિદ્ધી તે હાંસલ કરી ચુકી છે તે સિદ્ધી હજુ સુધી ખુબ ઓછી સ્ટાર હાંસલ કરી શકી છે. કેન્ડલ પાસે નવા નવા ક્ષેત્રમાં કારોબારમાં કુદી પડવા માટે ઓફર આવી રહી છે. જા કે તે પુરતો સમય આપવામાં સક્ષમ દેખાઇ રહી છે. પોતાના પરિવારમાં રહેલી કિમ કરદાશિયાની જેમ જ તે પણ વિશ્વમાં ભારે લોકપ્રિયતા હાંસલ કરી રહી છે. ફિલ્મોમાં પણ કામ કરવા માટે તેની પાસે ઓફર આવી રહી છે.