ભારતની રાજધાની નવી દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના બે મંત્રી ધરણા પર બેઠા છે. છેલ્લા ચાર દિવસથી અરવિંદ કેજરીવા ધરણા પર બેઠા છે. અરવિંદ કેજરીવાલ તેમના મંત્રીઓ સાથે ગવર્નર હાઉસ ઉપર જાણે ડેરો જમાવીને બેઠા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખી છે.
અરવિંદ કેજરીવાલે ચિઠ્ઠીમાં લખ્યુ છે કે, તે છેલ્લા ચાર દિવસથી ધરણા પર બેઠા છે. ઉપરાજ્યપાલ તેમની વાત નથી સાંભળી રહ્યાં. તો પ્રધાનમંત્રી આ વાતમાં દખલ આપે અને તેમની સમસ્યાનું નિવારણ કરે. છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલી આઇ એ એસની હળતાળને બંધ કરાવે.
કેજરીવાલે એમ પણ લખ્યુ છે કે, આઇ એ એસની હળતાળને કેવી રીતે બંધ કરાવવી તે કેન્દ્ર સરકારના હાથમાં છે. તેમનું ટ્રાંસફર કરી દેવું અથવા તો તેમને કોઇ સજા આપવી આ બાબત કેન્દ્ર સરકારના હાથમાં જ છે. એલ જી પણ આ વાતનો નિર્ણય કરી શકે છે. તે કોઇ જવાબ નથી આપી રહ્યા અને હવે કેન્દ્ર સરકાર આ વાતને ગંભીરતાથી લે.
કેજરીવાલના ધરણાનો આજે ચોથો દિવસ છે. તેમ છતાં તેમની વાત કોઇ સાંભળી રહ્યું નથી. અરવિંદ કેજરીવાલ સાથે પણ વાઘ આવ્યો વાઘ આવ્યો વાર્તા જેવું જ થઇ રહ્યું છે.