કઝાકિસ્તાનમાં ૧૦૦ લોકોને લઈને જતું વિમાન ક્રેશ, ૧૪ મોત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કઝાખસ્તાનના અલમાતી એરપોર્ટ પાસે શુક્રવારે સવારે એક પેસેન્જર પ્લેન ટેક ઓફ થતાની સાથે જ ક્રેશ થઈ ગયું હતું. તેમાં અત્યાર સુધી ૧૪ લોકોના મોત થયા છે. પ્લેનમાં ૯૫ મુસાફરો અને ૫ ક્રૂ મેમ્બર્સ હતા. મીડિયા રિપોટ્‌ર્સ પ્રમાણે ‘બેક એર’ એરલાઈન્સનું પ્લેન અલમાતી શહેરથી પાટનગર નૂર સુલ્તાન તરફ જઈ રહ્યું હતું. ટેક ઓફ થયા પછી સ્થાનિક સમય પ્રમાણે સવારે ૭.૨૨ વાગે વિમાને તેનું બેલેન્સ ગુમાવી દીધું હતું અને તે બે ફ્‌લોરની એક બિલ્ડિંગ સાથે અથડાઈ ગયું હતું. ઘટના પછી ઈમરનજન્સી સેવા ઘટના સ્થળે રવાના કરી દેવામાં આવી છે. ઘટના સ્થળનો એક વીડિયો સામે આવ્યો છે તેમાં કાટમાળ નીચે દબાયેલી મહિલા એમ્બ્યુલન્સને બુમ પાડતી જોવા મળી રહી છે. કઝાખસ્તાન સરકારે પ્લેન ક્રેશનું કારણ શોધવા કમિશનનું ગઠન કરવાની જાહેરાત કરી છે.  ન્યૂઝ એજન્સી એપીના અહેવાલ મુજબ આ દુર્ઘટનામાં ૧૪ મુસાફરોના મોત થયું હોવાનું કહેવાય છે. ક્રેશસાઈટ પર ઈમરજન્સી સેવાઓને તાબડતોબ મોકલી દેવાઈ છે. વિમાનમાં ફસાયેલા લોકોને યુદ્ધસ્તરે બચાવવાનું કામ ચાલું છે.

મળતી માહિતી મુજબ કઝાકિસ્તાનથી રવાના થયેલું આ વિમાન ટેક ઓફના થોડા સમય બાદ ક્રેશ થઈ ગયું. પ્લેનમાં ૧૦૦ મુસાફરો હતાં. બેક એર ફ્‌લાઈટ ૨૧:૦૦ (સ્થાનિક સમય મુજબ) ભારતીય સમય મુજબ સવારે ૭:૦૫ ટેક ઓફ બાદ થોડી મિનિટમાં જ રડારથી સંપર્ક બહાર થઈ ગયું. વિમાને કઝાકિસ્તાનના અલ્માટી એરપોર્ટથી ઉડાણ ભરી હતી. પરંતુ ટેક ઓફ બાદ જ રડારથી સંપર્ક ખોરવાઈ ગયો અને વિમાન ક્રેશ થઈ ગયું. આ ઘટનાના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યાં છે. જેમાં આગ જોવા મળી રહી છે. વિમાન અલ્માટીથી કઝાકિસ્તાનની રાજધાની નૂરસુલ્તાન માટે રવાના થયું હતું. કહેવાય છે કે વિમાન બે માળની ઈમારત સાથે ટકરાયું અને ત્યારબાદ ક્રેશ થઈ ગયું.

Share This Article