કેટરીના કેફની પાસે હાલમાં સલમાન, અક્ષયની ફિલ્મ છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : કેટરીના  કેફ હાલમાં બે મોટી ફિલ્મ હાથમાં ધરાવે છે. જે પૈકી સલમાન સાથેની  તેની ફિલ્મ ભારત પાંચમી જુનના દિવસે રજૂ કરાશે. જ્યારે વર્ષ ૨૦૨૦માં બકરી ઇદના દિવસે તેની રોહિત શેટ્ટીની એક્શન ફિલ્મ સુર્યવંશી રજૂ કરવામાં આવનાર છે. બંને ફિલ્મોમાં મોટા સુપરસ્ટાર હોવાના કારણે તેને લાભ થનાર છે.કેટરીના બોલિવુડની સુપરસ્ટાર અભિનેત્રી તરીક રહી છે. કેટરીના કેફ દક્ષણ ભારતની ફિલ્મોમાં પણ કામ કરવા માટે આશાવાદી બનલી છ. તેની પાસે કેટલીક ફિલ્મ પણ આવી રહી છે. જો કે હજુ સુધી કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી.  સુપરસ્ટાર મહેશ બાબુ અને કેટરીના કેફની જોડી હવે એક ફિલ્મમાં સાથે નજરે પડનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ફિલ્મના નામ અંગે ટુંક સમયમાં જ જાહેરાત કરવામાં આવનાર છે.

નિર્દેશક સુકુમાર પોતાની આગામી ફિલ્મમાં આ બંને સ્ટારને સાથે લેવાનો નિર્ણય કરી ચુક્યા છે. ફિલ્મના ટાઇટલને લઇને ચર્ચા ચાલી રહી છે. જો કે ટુંકમાં આ અંગે જાહેરાત કરીને વિવાદનો અંત લવાશે. મહેશ બાબુ અને કેટરીના કેફની જોડીને લેવાનો નિર્ણય તો કરવામાં આવી ચુક્યોછે. ફિલ્મમાં કામ કરવા માટે મહેશ બાબુ પહેલાથી જ તૈયારી દર્શાવી ચુક્યો છે.

જો તમામ બાબતો નિર્ધાિરત કાર્યક્રમ મુજબ આગળ વધશે તો ૧૦ વર્ષના ગાળા બાદ કેટરના કેફ ત્રીજી તેલુગુ ફિલ્મમાં નજરે પડશે. કે આ પહેલા વેંકટેશ દુગ્ગુબાતીની સાથે મલિશ્વેરીથી વર્ષ ૨૦૧૪માં તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એન્ટ્રી કરી ગઇ હતી. ત્યારબાદ તે વધુ એક ફિલ્મ અલારી પિડુગુમાં દેખાઇ હતી. હાલમાં કેટરીના કેફ સલમાન ખાન સાથેની પોતાની ફિલ્મ ભારતને લઇને વ્યસ્ત બનેલી છે.  ફિલ્મ મોટા બજેટની ફિલ્મ છે.

Share This Article

Fatal error: Uncaught ErrorException: md5_file(/home/khabarp/public_html/wp-content/litespeed/css/f5cba3c617d07a685a8973cd09ac1d76.css.tmp): failed to open stream: No such file or directory in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php:151 Stack trace: #0 [internal function]: litespeed_exception_handler(2, 'md5_file(/home/...', '/home/khabarp/p...', 151, Array) #1 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php(151): md5_file('/home/khabarp/p...') #2 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(843): LiteSpeed\Optimizer->serve('https://khabarp...', 'css', true, Array) #3 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(334): LiteSpeed\Optimize->_build_hash_url(Array) #4 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(264): LiteSpeed\Optimize->_optimize() #5 /home/khabarp/public_html/wp-includes/class-wp-hook.php(324): LiteSpeed\Optimize->finalize in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php on line 151